Saturday, July 27, 2024
HomeGujaratગુજરાત આવતા ધીરેન્દ્ર શાસ્ત્રીનો કરવામાં આવી રહેલ વિરોધને વખોડી કાઢતાં હળવદના યુવા...

ગુજરાત આવતા ધીરેન્દ્ર શાસ્ત્રીનો કરવામાં આવી રહેલ વિરોધને વખોડી કાઢતાં હળવદના યુવા નેતા તપનભાઈ દવે

બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારની તૈયારીઓ ગુજરાતમાં ચાલી રહી છે. ત્યારે ગુજરાતમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના લોકદરબાર પહેલા જ વિરોધના સૂર ઊઠ્યા છે. તેને હળવદના યુવા નેતા તપન દવે દ્વારા વખોડી કાઢવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

તપન દવેના જણાવ્યા અનુસાર, ભારત ભરમાં સનાતન અને ભારતીય સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર કરી કરોડો દેશ વાસિયોના હૃદયમાં નાની ઉંમરે આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે તેવા બાગેશ્વર ધામના પીઠાધિશ્વરધીરેન શાસ્ત્રી આગામી દિવસોમાં ગુજરાતમાં ત્રણ મહાનગરોમાં પવન પુત્ર શ્રી હનુમાનજી મહારાજની આરાધના કરવાનો ભવ્યાતિભવ્ય કાર્યક્રમનું આયોજન કરેલ છે. જેનો અમુક શખ્સો દ્વારા એનકેન પ્રકારે કઈ પણ જાણ્યા સમજ્યા વગર વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે હળવદના યુવા નેતા તપન દવે દ્વારા વિરોધીઓના વિરોધને વખોડી નાખ્યો છે અને વધુમાં તેઓ જણાવે છે કે, ધીરેન્દ્ર શાસ્ત્રી દ્વારા ભવ્યાતિભવ્ય કેન્સર હોસ્પિટલ નિર્માણ પામશે. જેમાં હજારો દર્દી નારાયણને નિશુલ્ક સારવાર મળી રહેશે. તેમજ દર વર્ષે વિધવા અને ગરીબ જરૂરિયાત મંદ પરિવારોની દીકરીઓના ધામ ધૂમ પૂર્વક સમૂહ લગ્નનું પણ આયોજન કરી રહ્યા છે. તેવા અનેક વિધ સેવાકીય કર્યો ધીરેન્દ્ર શાસ્ત્રી અને સેવક ગણ દ્વારા થઈ રહ્યા છે. ત્યારે આટલી નાની ઉંમરમાં સનાતન હિન્દુ સંસ્કૃતિના સંરક્ષક તરીકે ખૂબ મોટી નામના પ્રાપ્ત કરી દેશના કરોડો લોકોના હૃદયમાં આગવું સ્થાન પ્રાપ્ત કરેલ છે. ત્યારે તેઓના ગુજરાત પ્રવાસથી સમગ્ર રાજ્ય ધર્મ ભક્તિના રંગે રંગાઈ જસે અને હર્ષલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવશે. તેવો આશાવાદ હળવદના યુવા નેતા તપન દવે દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!