મોરબી સરકારી મેડિકલ કોલેજ માટે ભાજપ-કોંગ્રેસ કરી રહી છે રાજનીતિ કરી રહી છે અને જીલ્લા ભાજપ દ્વારા આજે પત્રકાર પરિષદ યોજી મોરબીને મળેલી મેડિકલ કોલેજ ખાનગી n કરવા ની જાહેરાત જીલ્લા ભાજપ દ્વારા કરવામાં આવી તો બીજી બાજુ જિલ્લા કોંગ્રેસના આગેવાનો છ દિવસના પ્રતિક ઉપવાસ પર બેઠા હતા જો કે આજે મોરબી જીલ્લા ભાજપની જાહેરાત બાદ પાંચમા દિવસે કોંગ્રેસે વિરોધ પૂર્ણ કરી દેતા અનેક તર્ક વિતર્કો સર્જાયા હતાં અને ભાજપ કોંગ્રેસ ફકત પોતાના રોટલા શેકવા માટે જ મેડિકલ કોલેજના નામે રાજનીતિ કરતા જોવા મળ્યા હતા જો કે હજુ મોરબી ને મેડિકલ કોલેજ મળશે કે કેમ કહેવું મુશ્કેલ છે.
મોરબી જિલ્લાનો મેડિકલ કોલેજ આપવામાં આવશે તેવી રાજ્ય સરકાર દ્વારા થોડા મહિના પૂર્વે વિજય રૂપાણી ની સરકારે જાહેરાત કરી હતી જો કે ભાજપના સમીકરણો બદલાયા હતા એ સાથે ઘણા નિર્ણયો પણ બદલાયા હતા જેમાં ભૂપેન્દ્ર પટેલ સીએમ બન્યા બાદ એ મેડિકલ કોલેજ મોરબી જીલ્લાને નહિ મળે તેવી જાહેરાત થતાં જ મોરબીના રાજકારણમાં ગરમાવો આવ્યો હતો મોરબીની સિવિલ હોસ્પિટલ હાલ કહેવા પૂરતી છે ત્યારે મેડિકલ કોલેજ આવતા સારી સુવિધા થશે તેવી મોરબી વાસીઓને આશા હતી તેના પર પાણી ફરી જતા આ મોરબી વસીઓમાં પણ નારાજગી જોવા મળી હતી અને આ નારાજગી મોરબીના લોકોએ સોશ્યલ મીડિયા મારફતે વ્યક્ત કરી હતી તો બીજી બાજુ આ જાહેરાત બાદ મોરબી કોંગ્રેસ પણ વિરોધ પક્ષની ભૂમિકામાં આવી અને મોરબીને મેડિકલ કોલેજ મળવા માટે સક્રિય થયું હતું મોરબી જીલ્લાને ફાળવેલ સરકારી મેડિકલ કોલેજ અન્ય જિલ્લાને ફાળવી મોરબીને ખાનગી મેડિકલ કોલેજ ફાળવતા ભાજપ-કોંગ્રેસ પોતાની રાજનીતિ કરવા લાગ્યા હતા આ અરસા માં કોંગ્રેસે પણ છ દિવસના ધરણાં પ્રદર્શન કરી અને મેડિકલ કોલેજ ત્વરિત જાહેર કરવા માંગ કરાઇ હતી પરંતુ મોરબી જિલ્લા ભાજપ પ્રમુખે આજે પત્રકાર પરિષદ યોજી મોરબીને સરકારી મેડિકલ કોલેજ મળશે તેવી જાહેરાત કરી હતી જો કે આવી જાહેરાત રાજ્યના મુખ્યમંત્રી કે આરોગ્ય મંત્રી જ કરી શકતા હોવા છતાં લોકોને ગુમરાહ કરવા જાહેરાત કરી હોવાની લોકચર્ચા પણ છે તો બીજી બાજુ મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા સરકારી મેડિકલ કોલેજ મળે તે માટે છ દિવસના ધરણા પ્રદર્શન ચાલુ કર્યા હતા પરંતુ મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દ્વારા મોરબીને સરકારી કોલેજ મળશે તેમ કહેતાની સાથે જ જાણે જીલ્લા ભાજપ પ્રમુખ બોલ્યા e પથ્થર ની લકીર હોય તેમ માની કૉંગ્રેસ દ્વારા પાંચમા દિવસે જ આંદોલન ટૂંકાવી દેવામાં આવ્યું હતું ત્યારે વિરોધ પક્ષની ભૂમિકાના નામે કોંગ્રેસે પણ દેખાવ ખાતર વિરોધ પ્રદર્શન કરી પોતાના રોટલા સેકવાનું કામ કર્યું હોવાનું સ્પષ્ટ ફલિત થયું હતું અને મોરબી જીલ્લાને સરકારી મેડિકલ કોલેજ અંગે ભાજપ-કોંગ્રેસ ભાઈ ભાઈ બની બંને પક્ષ પોતપોતાના રોટલા શેકવા માટે પ્રજાને ગુમરાહ કરી હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે જો કે આટલા વિરોધ પછી મોરબીવાસીઓ ને સરકારી મેડિકલ કોલજ મળશે કે કેમ તે મોટો પ્રશ્ન હજુ ઊભો છે.
કોંગ્રેસ ના મનોજ પનારા એ પત્રકાર પરિષદ યોજી અને જણાવ્યું હતું કે મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા એ જાહેરાત કરી છે આથી તેઓ પર વિશ્વાસ કરી અને છ દિવસનો વિરોધ પાંચ દિવસમાં પૂર્ણ કરી એક દિવસ ટૂંકાવી આ વિરોધ અહીંયા પૂર્ણ કરીએ છીએ ત્યારે શું જીલ્લા ભાજપ પ્રમુખ ના એક નિવેદનથી કોંગ્રેસ ધરણાં પૂર્ણ કરી દે? કોંગ્રેસ આટલો બધો વિશ્વાસ કેમ કરવા માંડી ? આવા અનેક પ્રશ્નો હજુ અટવાયેલા છે જોકે ભાજપ કોંગ્રેસની આ નીતિ વચ્ચે હાલ મોરબીની પ્રજાની સારી આરોગ્યની સુવિધાઓ પર પાણી ફરી વળ્યુ છે જો કે મોરબી ખાતે મેડિકલ કોલેજ બનશે કે જેમણે બનશે તો કઈ રીતે બનશે આ મામલે રાજ્યના આરોગ્ય મંત્રી દ્વારા હજુ સુધી કોઈ સત્તા વાર જાહેરાત કરવામાં નથી આવી તો શું ભાજપ અને રાજ્ય સરકાર ફકત મોરબી વાસીઓ સાથે રમત કરે છે ઍ પણ મોટો પ્રશ્ન છે આ મામલે મોરબી ના સોશ્યલ મીડિયા મારફતે મોરબી વાસીઓ પોતાનો આક્રોશ વ્યક્ત કરતા જોવા મળ્યા હતા.