હળવદ પંથકમાં હળવદ અને વાંકાનેર પંથકના ભૂંડ પકડવા વાળા જૂથ વચ્ચે બબાલ થઈ હોવાનો મામલો સામે આવ્યો છે. જેમાં વાંકાનેર જૂથ હળવદ પંથકમાં ભૂંડ પકડવા માટે આવતા એક બીજા સામે બોલરો કાર સામસામે અથડાવી તલવારો જેવા ઘાતક હથિયારો સાથે ધીંગાણું કર્યું હતું. જેમાં ત્રણ જેટલા લોકો ઈજાગ્રસ્ત થયાનો મામલો સામે આવતા હળવદ પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીના હળવદ પંથકમાં ભૂંડ પકડવા મામલે બે જૂથ વચ્ચે અથડામણ થયાનો મામલો સામે આવ્યો છે. જેમાં શીખ સમુદાયના બે જૂથ વચ્ચે ભૂંડ પકડવા મામલે બબાલ થઈ છે.
વાંકાનેરના શીખનું જૂથ હળવદમાં ભૂંડ પકડવા આવતા માથાકૂટ થયાનું સામે આવ્યું છે. વાંકાનેર અને હળવદના બન્ને જૂથોએ પોતપોતાની બોલેરો કાર સામસામે અથડાવી તલવારો જેવા ઘાતક હથિયારો વડે ધીંગાણું કરી અફડાતફડી મચાવી દીધી હતી.
બન્ને પક્ષના કુલ ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે. ત્યારે હળવદ પોલીસે બનાવ અંગે વધુ તપાસ શરૂ કરી છે.