Friday, November 29, 2024
HomeGujaratખાલી કરવામાં આવી રહેલ નદી ઘરની જગ્યામાં સોલર પાવર પ્લાન બનવા કોંગી...

ખાલી કરવામાં આવી રહેલ નદી ઘરની જગ્યામાં સોલર પાવર પ્લાન બનવા કોંગી નેતાની માંગ

મોરબી નગરપાલિકા સંચાલિત પંચાસર રોડ પર આવેલ નંદી ઘર મોરબી નગરપાલિકાની તિજોરી ખાલી થઈ જવાને કારણે આર્થિક ભારણ ઓછું કરવા બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. ત્યારે નદી ઘરની જગ્યામાં પાલિકા માટે સોલર પાવર પ્લાન બનવામાં આવે તેવી મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી મહેશ રાજ્યગુરુ દ્વારા માંગ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મહેશ રાજ્યગુરુ દ્વારા જણાવ્યા અનુસાર, મોરબી જિલ્લાની એ ગ્રેડની કહેવાતી મોરબી નગરપાલિકા હાલ પૈસાના અભાવે પ્રજાને પ્રાથમિક સુવિધા આપી સકે તેવી હાલતમાં નથી રહી. તાજેતરમાં નગરપાલિકા રખડતા ઢોર પકડીને નદી ઘરમાં મુક્તા હતા. તે પશુઓને હાલ અન્ય જગ્યાએ મૂકવાનુ નક્કી કરી નદી ઘરની કીમતી પાલિકાની જમીન ખાલી થયેલ છે. ત્યારે આ જગ્યા કોઈ વગદાર વ્યક્તિ પોતાના કબજામાં અથવા તો કોઈ ટોકન દરે ભાડા પેટે લઈને કબજો જમાવે તે પહેલા મોરબી શહેરની પ્રજાના હિતમાં અને નગરપાલિકાને જી.ઇ.બી.ના બિલમાં રાહત રહે તે માટે થઇને સોલાર પ્લાન બનાવી નગરપાલિકા પાવર ઉત્પાદ કરે તો નગરપાલિકાને ઘણો મોટો આથિક ફાયદો થાય અને જેમ ગૌચળની જમીન વગદાર લોકો ખાઈ ગયા છે અથવા તો ટોકન ભાડે જમીન લઈ લીધી છે. તેવી પરિસ્થિતિ આ નગરપાલિકાનીં નદી ઘરની ના થાય તે માટે થઈ નગરપાલિકા ત્યાં સોલર પ્લાન્ટ સ્થાપવાની કામગીરી તાત્કાલિક કરે તેવી પ્રજામાં ચર્ચા વિચારણા ચાલી રહી છે. તેમ મોરબી જિલ્લા કોંગ્રેસના મહામંત્રી મહેશ રાજ્યગુરુ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!