Sunday, November 24, 2024
HomeNewsછેલ્લી ઘડીએ મજબૂત ડોર ટુ ડોર પ્રચાર કરી ટંકારા બેઠક ઉપર પકડ...

છેલ્લી ઘડીએ મજબૂત ડોર ટુ ડોર પ્રચાર કરી ટંકારા બેઠક ઉપર પકડ મજબૂત કરતી કોંગ્રેસ

મોંઘવારી, બેરોજગારી સહિતના લોકોને સ્પર્શતા અનેક મુદ્દાઓ ભાજપને નડી જશે

- Advertisement -
- Advertisement -

મોરબી : મોરબી જિલ્લાની ત્રણેય બેઠકો ઉપર પ્રચાર પડઘમ ગઈકાલે સાંજથી શાંત પડી ગયા છે ત્યારે આ વખતે વિધાનસભા ચૂંટણીમાં મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર સહિતના મુદ્દે મતદારોએ અકળ મૌન ધારણ કરી લઈ છેલ્લે સુધી પોતાનું મન કળવા નથી દીધું ત્યારે ટંકારા-પડધરી બેઠક ઉપર કોંગ્રેસે છેલ્લી ઘડીએ ડોર ટુ ડોર પ્રચાર વેગવાન બનાવી મતદારો ઉપર પકડ મજબૂત કરી છે અને મતદારો માટે જાગતા રહેતા કાકાને ચોમેરથી આવકાર મળી રહ્યો છે.

પ્રજાજનો માટે સતત જાગૃત બનીને દોડતા રહેતા ટંકારા પડધરી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલિતભાઈ કગથરાને વર્ષ 2017માં કુલ 74 ટકા જેટલા ધીંગા મતદાનમાંથી 56 ટકા મત એટલે કે 94090 મત મળતા ભાજપનો ગઢ ગણાતી ટંકારા બેઠક કોંગ્રેસનો ગઢ બનાવી દઈ કાકાએ આ વખતે પણ ઝળહળતી જીત મેળવવા ટંકારા બેઠકના તમામ 154 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર બાદ છેલ્લી ઘડીએ ડોર ટુ ડોર સંપર્ક સઘન બનાવ્યો છે. સતા ઉપર ભાજપ હોવા છતાં જાગતા નેતા લલિતભાઈ કગથરાએ પ્રજાના વિશ્વાસ ઉપર ખરા ઉતરીને સતત પ્રજા માટે દોડતા રહી મોરબીમાં લીલો દુષ્કાળ, ટંકારા બસસ્ટેન્ડની સુવિધા સહિતના મુદ્દે સરકારમાં લડત ચલાવી પ્રશ્નોનો ઉકેલ લાવવામાં સફળ રહ્યા છે.

હાલમાં ચૂંટણીને લઈ બુકી બજારમાં પણ કરોડોની હારજીત થાય છે ત્યારે ટંકારા બેઠક માટે કાકા હોટ ફેવરિટ મનાઇ રહ્યા છે.નોંધનીય છે કે 2017માં જંગી લીડથી ચૂંટાયેલા કોંગ્રેસના ધારાસભ્ય લલિતભાઈ કગથરાએ ગાંધીનગર વિધાનસભામાં સૌથી વધુ પ્રશ્નો ઉઠાવી લોક પ્રશ્નોને વાચા આપતા શાસકો પણ કાકાના બેબાક વલણથી ધ્રુજારો અનુભવતા હોવાનું જગ જાહેર છે ત્યારે આ વખતની ચૂંટણીમાં ટંકારા પડધરી બેઠકના જાગૃત અને પારખું મતદારોએ કોંગ્રેસનો હાથ મજબૂત કરવા કાકાને જ જીત તરફ લઈ જાય તેમ હોવાનું કોંગ્રેસના વર્તુળો જણાવી રહ્યા છે.

ટંકારા – પડધરી બેઠક ઉપર લલિતભાઈ કગથરાના કામો જોતા કોંગ્રેસ દ્વારા ફરી 2022માં તેમને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવતા 108 જેવા કાકાના કામો આ ચૂંટણીમાં આપ મેળે બોલી રહ્યા છે સામે પક્ષે ભાજપે ચૂંટણી મેદાનમાં ઉતારેલા ઉમેદવાર મતદારો માટે અજાણ સાબિત થઈ રહ્યા હોય કોંગ્રેસના ઉમેદવાર લલિતભાઈનો ચૂંટણી જંગ આસાન બન્યો હોવાનું પણ રાજકીય પંડિતોમાં ચર્ચા ચાલી રહી છે ત્યારે સતત પ્રજાની વચ્ચે રહેતા લલિતભાઈ કગથરા દ્વારા પ્રચાર પડઘમ શાંત થયા બાદ પણ સતત મોરબી, ટંકારા અને પડધરી તાલુકામા દોડતા રહી ડોર ટુ ડોર સંપર્કમાં વ્યસ્ત બની મતદારો સાથે સંપર્કને જીવંત રાખ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!