Friday, April 26, 2024
HomeGujaratમોરબી જિલ્લાના ૯૦૬ મતદાન મથકો પર ઈવીએમ મશીન પહોંચાડવાની કામગીરી શરૂ કરાઈ

મોરબી જિલ્લાના ૯૦૬ મતદાન મથકો પર ઈવીએમ મશીન પહોંચાડવાની કામગીરી શરૂ કરાઈ

આવતીકાલે મોરબી વિધાનસભાની ચૂંટણી અંતર્ગત મતદાન યોજવાનું છે ત્યારે મોરબી જિલ્લાની ત્રણ વિધાનસભા ની બેઠક માટે ચૂંટણી અધિકારીઓ દ્વારા EVMનું ડીસ્પેચ સેન્ટર પરથી કુલ ૨૯ ઝોનલ રૂટો પર રવાના કરવામાં આવ્યા હતા.

- Advertisement -
- Advertisement -

ચૂંટણી અધિકારી ડી.એન.ઝાલા નાં જણાવ્યા અનુસાર, મોરબી જિલ્લાના વિધાનસભા મત વિસ્તાર માટે આજે ડિસ્પેચ કરવામાં આવી રહ્યું છે. મોરબીની પોલીટેક્નિક કોલેજ ખાતે આવેલ ડિસ્પેચ સેન્ટર ખાતેથી કુલ ૨૯ રૂટ પર રવાના કરવામાં આવ્યા હતા, જેને કુલ ૯૦૬ મતદાન મથકો પર પહોંચાડવામાં આવશે. જે માટે ૫૦ જેટ્લી બસો ગોઠવવામાં આવી છે. જેમાં EVMને એના મતદાન મથકે પહોંચાડવામાં આવશે. જે EVM બપોરે ૨-૩ વાગ્યા આસપાસ જિલ્લાના કુલ ૯૦૬ મતદાન મથકોએ પહોંચશે. તેમજ પોલિંગ સ્ટાફને કોઈ પણ અગવડતા ન અનુભવાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!