દેશના નાગરિકો તેમજ જાહેર જીવનમાં કામ કરતા આગેવાનોમાં ભારતના બંધારણ અંગે લોક જાગૃતિ કેળવવા તથા દેશના નાગરિકોને બંધારણીય હકકો અને ફરજો અંગે માહિતગાર કરવાના ઉમદા આશયથી તા. ૨૬મી નવેમ્બરના દિવસને બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
જે અનુસંધાને મોરબી જીલ્લા અધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષણીક મહાસંઘ મોરબી અને પુર્વ નાયબ જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મોરબીના દિનેશભાઇ વડસોલા સાથે મોરબી સબ જેલના ઇન્ચાર્જ અધિક્ષક પી.એમ.ચાવડા સાથે જેલના સ્ટાફ તથા જેલમાં રહેલા બંદિવાનો દ્વારા ડો.બાબા સાહેબ આબેડકરને દિપ પ્રાગટય કરી ભારતના બંધારણ વિશે વક્તવ્ય આપવામાં આવ્યું હતું. તેમજ ભારતનું સંવિધાન આમુખની વાંચન કરી બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.