ટંકારા : તાજેતરમા ૧ ઓક્ટોમ્બરથી સરકાર દ્વારા મગફળી ખરીદી માટે રજીસ્ટ્રેશન ચાલી રહ્યા છે જેમાં રજીસ્ટ્રેશન માટેની ફી લેવામાં આવતી હોય જેથી સરકારના નિયમોનું ઉલ્લંઘન થતું હોય જેથી ખેડૂતોને ફી પરત આપવાની માંગ કરી છે.
ટંકારા તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખ ગૌતમભાઈ વામજાએ તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી જણાવ્યું છે કે સમગ્ર ગુજરાતમાં મગફળી ખરીદી માટે રજીસ્ટ્રેશન ચાલુ છે તેમાં સરકારે સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે ખેડૂતોએ રજીસ્ટ્રેશન માટે કોઈપણ ફી આપવાની નથી અને નિશુલ્ક રજીસ્ટ્રેશન કરાશે જેમાં સરકારના નિયમનું ઉલ્લંઘન થઇ રહ્યું છે અને ખેડૂતો પાસેથી રજીસ્ટ્રેશન ફી લેવામાં આવે છે જેથી તાત્કાલિક પરત આપવાની વ્યવસ્થા કરવા જણાવ્યું છે હાલ પરિસ્થિતિને ધ્યાને લઈને ખેડૂતોનું રજીસ્ટ્રેશન ફ્રી માં થાય તેવી માંગ કરવામાં આવી છે.