Friday, April 26, 2024
HomeNewsમોરબી તાલુકામાં કોમ્પ્યુટર ઓપરેટરના આંદોલનને તલાટી કંમ મંત્રી મંડળે પણ હડતાળને  ટેકો...

મોરબી તાલુકામાં કોમ્પ્યુટર ઓપરેટરના આંદોલનને તલાટી કંમ મંત્રી મંડળે પણ હડતાળને  ટેકો જાહેર કર્યો 

મોરબી તાલુકામાં કોમ્પ્યુટર ઓપરેટરના આંદોલનને તલાટી કંમ મંત્રી મંડળે પણ હડતાળને  ટેકો જાહેર કર્યો.
હાલ રાજય સરકાર દ્વારા તાજેતરમાં ૨૧મી ઓગસ્ટથી મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવાનો આદેશ ર્ક્યો છે. જેના માટે ૧ ઓક્ટોબરથી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું રહે છે. જો કે સમગ્ર રાજયમાં ગ્રામ્ય વિસ્તારોમાં કોમ્પ્યુટર ઓપરેટરો હડતાળ પર ઉતરી ગયા છે. જેથી, રજિસ્ટ્રેશન કામગીરી સાવ ઠપ્પ થઇ ગઇ છે. જિલ્લામાં ટીડીઓ દ્વારા તલાટી મંત્રીઓને ફોર્મ ભરવા સૂચના આપવામાં આવી છે. જો કે એક ગામમાં મોટી સંખ્યામાં ખેડૂતો હોય છે. આ ઉપરાંત, તેઓએ જન્મ મરણ નોંધ, હાલ સર્વેની કામગીરી ગ્રામ પંચાયતમાં રોજિંદા કામ કરવાના રહે છે. સૌથી અગત્યની વાત છે એક તલાટી મંત્રીને બેથી વધુ ગામ સોંપવામાં આવ્યા છે. જેના કારણે રજિસ્ટ્રેશન કામગીરી પણ ઠપ્પ થઈ ગઈ છે. ખેડૂતોને ગ્રામ પંચાયતના ધકકા થઈ રહ્યા છે. આવા સમયે ખેડૂતોની હાલત કફોડી બની છે. આ હળતાળને મોરબી તાલુકા તલાટી કમ મંત્રી મંડળે પણ હડતાળને ટેકો જાહેર કરી દીધો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!