Saturday, May 18, 2024
HomeGujaratમોરબી કલેકટર કચેરી ખાતે કરાર આધારીત કાયદા અધિકારીની ભરતી કરાશે: 29 ઓક્ટોબર...

મોરબી કલેકટર કચેરી ખાતે કરાર આધારીત કાયદા અધિકારીની ભરતી કરાશે: 29 ઓક્ટોબર સુધીમા ફોર્મ ભરી જવા અનુરોધ

મોરબી કલેકટર કચેરી ખાતે અગિયાર માસની મુદત માટે કરાર આધારિત કાયદા અધિકારીની એક જગ્યા માટે ભરતી કરવામાં આવી રહી છે જે અંગે ઉમેદવાર પાસેથી નિયત નમૂનામા અરજીઓ મંગાવવામાં આવેલ છે. ૪૦ વર્ષથી ઓછી ઉમર ધરાવતા અને કાયદાની ડિગ્રી અથવા કેન્દ્ર, રાજ્ય સરકારની યુનિવર્સિટીમાં એચ.એસ.સી બાદ કાયદાનો પાંચ વર્ષનો અભ્યાસક્રમ પાસ કરેલ હોવાનું ડિગ્રી અથવા યુનિવર્સીટી ગ્રાન્ટ કમિશન એક્ટ-૧૯૫૬ની કલમ-૩ હેઠળ માન્યતા પ્રાપ્ત યુનિવર્સીટી માંથી મેળવેલ કાયદાની ડિગ્રી ધરાવતા તેમજ કમ્પ્યુટર સાથે ગુજરાતી અથવા હિન્દીનું પુરતું જ્ઞાન ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે.

- Advertisement -
- Advertisement -

ઇચ્છુક ઉમેદવારોએ કલેકટર કચેરી, જિલ્લા સેવા સદન મોરબીની મેજીસ્ટ્રેરીયલ શાખા ખાતેથી ફોર્મ તા.૨૯/૧૦/૨૦૨૧ સુધીમાં ફોર્મ ભરી મોકલવાના રહેશે.તેમ જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!