મોરબી જિલ્લામાં તસ્કરોનો આતંક દિન પ્રતિદિન વધી રહ્યો છે. તેવામાં શીવીસ માઇક્રોન્સ એલ.એલ.પી. કારખાનાના લેબર ક્વાર્ટરમાં વધુ એક ચોરી ઘટના બની છે. જેમાં ચોરે ફરિયાદીના ખાતામાં પડેલ પૈસા અને ચાર મોબાઈલ મળી ૨.૮૨ લાખના મુદ્દામાલની ચોરી કરી હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકામાં આવેલ શીવીસ માઇક્રોન્સ એલ.એલ.પી. કારખાનાના લેબર ક્વાર્ટરમાં, પીપળીયા ચાર રસ્તાથી આગળ વીરપરડા ગામની સીમમાં રહેતા જોગારામ રામલાલ ચૌધરી નામના યુવક અને તેનો મિત્ર ગત તા.૨૨/૧૧/૨૦૨૨ ના રોજ ઓરડીમાં સુતા હતા. ત્યારે અનઅધિકૃત રીતે અજાણ્યા ચોર ઇસમે તેમની ઓરડીમાં પ્રવેશ કરી ફરીયાદીના બે મોબાઇલ ફોન ચોરી ગયો હતો. જેમાં એક મોબાઇલ ફોનમાં ફોન પે એપ્લીકેશન વાપરતા હોય જેમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાના બેંક એકાઉન્ટ સાથે લીંક હોય તથા તેના મિત્રના બે મોબાઇલ તથા થેલામાં રહેલ રોકડાની ચોરી કરી ફરીયાદીના ફોન પે એપ્લીકેશન મારફત બેંક એકાઉન્ટ માંથી રૂ.૨,૫૯,૪૬૯/- ની રકમની ચોરી કરી કુલ રૂ.૨,૮૨,૧૬૯ની મતાની ચોરી કરી લઇ જતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાઈ છે.