Saturday, May 4, 2024
HomeGujaratમોરબીના લાલપર નજીક બોલેરો હડફેટે આધેડ ગંભીર રીતે ઘવાયા : સારવાર અર્થે...

મોરબીના લાલપર નજીક બોલેરો હડફેટે આધેડ ગંભીર રીતે ઘવાયા : સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા

મોરબીમાં વાહન ચાલકો બેફામ રીતે પોતાનું વાહન ચલાવી અકસ્માત સર્જી રહ્યા છે. જેને લઈ પોલીસ તંત્ર દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે મોરબીના લાલપર પાવર હાઉસ પાસેથી વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જેમાં બોલેરો ચાલકે એક રાહદારીને હડફેટે લેતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેને લઈ તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયારે કાર ચાલાક અકસ્માત સર્જી ફરાર થયો હતો.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, રાજકોટ મોરબી રોડ પર જકાતનાક સામે જમનાપાર્ક સોસાયટી શેરી નંબર-૪માં રહેતા મનુભાઇ ગલચર ગત તા-૧૭/૧૧/૨૦૨૨ ના બપોરના સાડા બારેક વાગ્યાની આસપાસ જમીને લાલપર પાવર હાઉસની ઓફીસે ચાલીને જતા હતા ત્યારે જી.ઇ.બી પાવર હાઉસની સામે સર્વિસ રોડ ઉપર પહોચતા જાબુડીયા ગામ તરફથી આવતી જી-જે-૩૬-ટી-૯૫૭૮ બોલેરો કારના ચાલકે તેની બોલેરો ગાડી જાબુડીયા ગામ તરફથી સર્વિસ રોડ ઉપર પુરઝડપે ચલાવી મનુભાઇ ગલચરને હડફેટે લેતા તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેને લઈ તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયારે બોલેરો ચાલક અકસ્માત સર્જી ફરાર થયો હતો. જે સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!