હળવદનુ માર્કેટિંગ યાર્ડ સૌરાષ્ટ્રનું પ્રથમ હરોળનું માનવામાં આવે છે. હળવદ સિવાય અન્ય પાંચ તાલુકામાંથી યાર્ડમાં ખેતીપાકોની આવક થતી હોય છે ત્યારે ધાણાની મબલખ આવક થઈ છે. હાલ યાર્ડનુ ગ્રાઉંડ ખેતીપાકોથી ખિચો ખીચ ભરાઇ જતા યાર્ડમાં ધાણાની આવક એક દિવસ પુરતી બંધ કરવામાં આવી છે. તા.17 થી 18ની રાતનાં 10 વાગ્યા સુધી ધાણાની આવક નહી લેવામાં આવે રાતના 10 વાગ્યા બાદ નવી આવક લેવામાં આવશે ધાણાની બે દિવસની કુલ 43 હજાર મણ જેટલી આવક થઇ છે.