Saturday, April 20, 2024
HomeGujaratટંકારા : મોરબી-રાજકોટ હાઈવે પર લજાઈ ચોકડીએ આઇસર ચાલકે હડફેટે લેતા અજાણ્યા...

ટંકારા : મોરબી-રાજકોટ હાઈવે પર લજાઈ ચોકડીએ આઇસર ચાલકે હડફેટે લેતા અજાણ્યા રાહદારીનું મોત, ફરિયાદ નોંધાઈ

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી જયદિપભાઇ ચંદુભાઇ ચારોલા (ઉ.વ.૩૨, ધંધો. વેપાર, રહે.મોરબી, ગાયત્રી નગર-૨, રવાપર રોડ) એ આરોપી આઈશર ટ્રક રજી.નંબર જીજે-૧૧-વાય-૫૮૯૫નાં ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૧૩ ના રોજ રાત્રીના સાડા એક વાગ્યાના અરસામા મોરબી-રાજકોટ સ્ટેટ હાઇવે રોડ રોડ લજાઇ ગામ લજાઇ ચોકડી ગુરુકૃપા હોટલ સામે એક અજાણ્યો પુરુષ (ઉ.વ.આશરે ૪૦) રોડ ક્રોસ કરતા હતા ત્યારે આરોપી આયશર ટ્રક ચાલકે અજાણ્યા પુરુષને હડફેટે લેતા ગંભીર ઇજા થવાથી તેમને વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં અજાણ્યા પુરુષનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. ટંકારા પોલીસે બનાવ અંગે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!