Saturday, April 20, 2024
HomeGujaratવાંકાનેરના લાલપર નજીક કોટન જીનિંગમીલમાં આગ

વાંકાનેરના લાલપર નજીક કોટન જીનિંગમીલમાં આગ

વાંકાનેર : પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકાના લાલપર ગામ નજીક આવેલ ગ્લોસી કોટેક્સ નામના કોટન જિનિંગ મિલમાં આગ લાગતા પળવારમાં આ આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું બીજી તરફ આગને કાબુમાં લેવા સ્થાનિક લોકોએ પાણીનો મારો ચલાવ્યો હતો પરંતુ આગ વિકરાળ બની હોય મોરબીથી ફાયર બ્રિગેડની એક મોટી ગાડી ઘટનાસ્થળે પહોંચી રહી છે.આ આગની ઘટનામાં કોઈ જાનહાનીની વિગતો બહાર આવી નથી પરંતુ કપાસની હેરફેર કરતું લોડર આગની ચપેટમાં આવી જતા બળીને ખાખ થઈ ગયું હોવાનું જાણવા મળ્યું છે.ઘટનાની જાણ થતા મામલતદાર વાંકાનેર કચેરીનો સ્ટાફ પણ દોડી ગયો છે. વધુમાં કપાસને લોડર વડે ફેરવતી વખતે આગળનો ભાગ તૂટતાં સ્પાર્ક થવાથી આગ લાગ્યાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે અને આ આગને કારણે 40થી 50 લાખનો માલ બળીને ખાખ થઈ ગયાનું સૂત્રો જણાવી રહ્યા છે.

- Advertisement -
- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!