કોરોના મહામારીએ ફરી દેશ સહિત રાજ્યભરમાં દેખા દીધી છે. ત્યારે કોરાનાની ગંભીરતા સમજી આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ લેવાની કાર્યવાહી ઝડપી બનાવી છે. જેમાં આજે જિલ્લામા 664 સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી 05 દર્દીઓ પોઝીટીવ આવ્યા છે. જો કે 15 દર્દીઓને આજે રજા આપવામાં આવી છે.
મોરબી આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, આજે મોરબી જિલ્લામાં કોરોનાના 05 પોઝીટીવ કેસ નોંધાયા છે. જેમાં મોરબી ગ્રામ્યમાં 03, વાંકાનેર ગ્રામ્યમાં 01 અને હળવદ ગ્રામ્યમાં 01 કેસ મળી 05 કેસ નોંધાયા છે. ત્યારે કોરોનાની રફતારને ધીમી પડતી જોઈ તંત્રએ આંશિક રાહત અનુભવી છે. જયારે આજે મોરબી શહેરના જ કુલ 15 દર્દીઓ જ્યારે ટંકારાનો 1 દર્દી આજે સ્વસ્થ થતા તેઓને કોરોના નેગેટિવ જાહેર કરવામાં આવ્યા છે. જેને લઈ હવે મોરબી જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 35 પર પહોંચી છે.