Wednesday, October 30, 2024
HomeGujaratમોરબી જિલ્લાનાં લક્ષ્મીવાસ ગામમાં કોરોના રસીકરણની કામગીરી ૧૦૦% પૂર્ણ

મોરબી જિલ્લાનાં લક્ષ્મીવાસ ગામમાં કોરોના રસીકરણની કામગીરી ૧૦૦% પૂર્ણ

મોરબી જિલ્લાના માળીયા તાલુકાના લક્ષ્મીવાસ ગામે કોરોના રસીકરણમાં ૧૦૦% સિધ્ધિ પ્રાપ્ત કરેલ છે. હાલ કોરોનાની સંભવીત ત્રીજી વેવ સામેની તૈયારીના ભાગ રૂપે કોરોના સામે રક્ષણ મેળવવા માટે કોરોના રસીકરણ એ ખુબજ અગત્યનો ઉપાય હોય, આવા સમયે ગામમાં રહેતા કુલ ૩૦૬ લોકોની વસ્તી ધરાવતા લક્ષ્મીવાસ ગામમાં હાલ લક્ષમીવાસ ગામમાં રહેતા હોય તેવા ૧૦ વર્ષ થી ઉપરની વયજૂથ ધરાવતા કુલ ૨૫૦ લોકો છે જે પૈકી ૧૮ થી ૪૪ વર્ષની વયજૂથ ધરાવતા ૯૬ લાભાર્થીઓએ તેમજ ૪૫ વર્ષ કે તેથી ઉપરની વયજૂથ ધરાવતા ૧૫૪ લાભાર્થીઓએ મળી કુલ ૫૦ લાભાર્થીઓમાંથી ૨૫૦ લાભાર્થીઓએ કોરોના રસીકરણનો પ્રથમ ડોઝ મેળવી લીધેલ છે. આમ લક્ષ્મીવાસ ગામે કોરોના રસીકરણના પ્રથમ ડોઝમાં ૧૦૦% સિધ્ધી હાંસલ કરેલ છે. તેમજ હાલ સુધીમાં લક્ષ્મીવાસમાં રહેતા લોકો માંથી ૪૫ વર્ષ કે તેથી ઉપરની વયજૂથ ધરાવતા ૧૩ લાભાર્થીઓએ કોરોના રસીકરણનો બીજો ડોઝ પણ લઇ લીધેલ છે.

- Advertisement -
- Advertisement -

આ કામગીરીની સફળતા માટે લક્ષ્મીવાસ ગામના સરપંચ જયદીપભાઈ સંઘાણી તથા તેમની ટીમ દ્વારા લોકોનો સંપર્ક કરી કોરોના વેકસીનની જરૂરીયાત અને રસીકરણ કરાવવાથી થતા ફાયદાઓ અંગે માહિતગાર કરી આ બાબતે લોકોમાં જનજાગૃતિ લાવી ગામને ૧૦૦% રસીકરણ કરાવવામાં સફળતા અપાવેલ છે. તેમજ મોરબી જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધીકારી ડો.જે.એમ.કતીરાની સૂચના અનુસાર અને જિલ્લા આર.સી.એચ અધીકારી ડો. વિપુલ કારોલીયાના માર્ગદર્શન હેઠળ માળીયા તાલુકાના તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.ડી.જી.બાવરવા અને તેમની ટીમ તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વવાણીયાની આરોગ્ય કર્મચારીઓ-અધિકારીઓની ટીમ પણ આ માટેના સુવ્યવસ્થિત આયોજન થકી આ સફળતામાં સહભાગી બનેલ છે.

આ મુજબ મોરબી જિલ્લાના તમામ ગામો કોરોના રસીકરણમાં ૧૦૦% સિધ્ધી પ્રાપ્ત કરે તે માટે અથાગ પ્રયત્નો અને આ બાબતે જનજાગૃતિ કરવા માટે મોરબી જિલ્લાના તમામ લોકો ગ્રામ્ય આગેવાનો, કાર્યકરો વગેરેને મોરબી જિલ્લાનાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે એમ કતીરાએ નમ્ર અપીલ કરેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!