Friday, September 20, 2024
HomeGujaratAhmedabadઅમદાવાદ એરપોર્ટ પહોંચી કોરોના વેક્સીન : કંકુ, ચોખા, શ્રીફળ સાથે થયું રસીનું...

અમદાવાદ એરપોર્ટ પહોંચી કોરોના વેક્સીન : કંકુ, ચોખા, શ્રીફળ સાથે થયું રસીનું સ્વાગત

આજે 2 લાખ 76 હજાર રસીનો ડોઝ અમદાવાદ પહોંચશે. રસીનો પ્રથમ ડોઝ ગાંધીનગર ઝોન, અમદાવાદ ઝોન અને ભાવનગર ઝોનને મોકલવામાં આવશે.

- Advertisement -
- Advertisement -

કોરોનાના કાળા કહેર બાદ ગુજરાતમાં કોરાનાની રસીનું આગમન થઇ રહ્યુ છે. આજે મંગળવારે સવારે 10.45 વાગે અમદાવાદનાં એરપોર્ટ પર એર ઇન્ડિયાની કાર્ગો ફ્લાઇટમાં રસીનો પ્રથમ જથ્થો આવવાનો છે. આ રસીને ગ્રીન કોરિડોર બનાવી ગાંધીનગર લઇ જવાશે. તે સમયે એરપોર્ટથી માંડીને ગાંધીનગર સુધી સમગ્ર રૂટ પર રાઉન્ડ ધ કલોક સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પુણેથી નવ કલાકની આસપાસ રસીનો જથ્થો અમદાવાદ આવવા માટે એર ઇન્ડિયાની ફ્લાઇટમાં નીકળી ગયો છે. આજે 2 લાખ 76 હજાર રસીનો ડોઝ અમદાવાદ પહોંચશે. રસીનો પ્રથમ ડોઝ ગાંધીનગર ઝોન, અમદાવાદ ઝોન અને ભાવનગર ઝોનને મોકલવામાં આવશે. ત્યારે પોલીસના સઘન બંદોબસ્ત વચ્ચે અમદાવાદ એરપોર્ટ પર રસી માટેના રેફ્રિજરેટરના ટ્રક પહોંચી ગયા છે.

કોરોનાની રસીને ગુજરાતમાં 16મીએ વિવિધ વેક્સિન સેન્ટર પર રસી મોકલવામાં આવશે. મળતી માહિતી પ્રમાણે, 14-15 જાન્યુઆરીએ સમગ્ર ગુજરાતના બધા જિલ્લાઓમાં રસી મોકલી આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોનાની રસીના ટ્રાયલ રન પણ સફળતાપૂર્વક પૂર્ણ કરાયાં છે.

સોમવારે નાયબ મુખ્યમંત્રી તથા આરોગ્ય મંત્રી નીતિન પટેલે ટ્વિટ કરીને જાણકારી આપી હતી કે, ગુજરાતમાં કોરોના વેક્સીનનો પ્રથમ જથ્થો તા.12-01-2021, મંગળવાર સવારે 10.45 કલાકે સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ, અમદાવાદ ખાતે આવશે

નીતિન પટેલે જણાવ્યું હતુ કે, પહેલાં તબક્કામાં મુખ્યમંત્રી, મંત્રીઓ, ધારાસભ્યો અને સાંસદો રસી નહી લે. પહેલા કોરોના વોરિયર્સ રસી લેશે. 50 વર્ષથી વધુ વયના અને તેથી ઓછી ઉંમરના કોમોર્બિડ લોકોને રસી અપાશે નહીં ત્યાં સુધી રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, મંત્રીઓ, સાંસદો કે ધારાસભ્યો કોઇપણ રસી લેશે નહીં. નોંધનીય છે કે, ગુજરાતમાં કોરોનાની રસી માટે અમદાવાદ સહિત રાજ્યભરમાં સર્વે કરી નોંધણી કરાઇ છે. 50 વર્ષથી વધુ વય હોય, આરોગ્ય કર્મચારીઓ હોય તેમને પ્રથમ તક આપવા નક્કી કરાયુ છે. જોકે, અત્યારે કોરોનાની રસીને લઇને લોકોમાં ભારે ગેરસમજ પ્રવર્તી રહી છે કે, આ રસીની ગંભીર આડઅસર થઇ રહી છે જેના કારણે લાખો લોકોએ હજુય રસી માટે નામ નોંધાવ્યા નથી

મહત્વનું છે કે, ગુજરાતમાં કોરોના વેક્સિનની તમામ તૈયારીઓને લઈને સીએમ રૂપાણીએ પણ મહત્વની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતુ કે, વેક્સિન માટે ગુજરાત સરકાર તમામ રીતે સજ્જ છે. વેક્સિન સેન્ટર પર 3 રૂમ હશે – વેઈટિંગ રૂમ, વેક્સિન રૂમ, ઑબ્ઝર્વેશન રૂમ. તેમણે કહ્યું કે, 6 સ્થળો પર સ્ટોરેજની વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યના મુખ્યમંત્રીએ કહ્યું છે કે, વેક્સિનને લઈને ડેટાબેઝ તૈયાર કરવાની કામગીરી પણ ચાલી રહી છે.ગુજરાતમાં કોરોના વેક્સિનના આગમને ઘડીઓ ગણાઇ રહી છે ત્યારે કોરોનાના કેસમાં પણ સતત ઘટાડો થઇ રહ્યો છે. સોમવારે સાંજના અપડેટેડ આંકડા પ્રમાણે, ગુજરાતમાં કોરોનાના 615 નવા કેસ સામે આવ્યા છે. 27 જૂન એટલે કે 198 દિવસ બાદ ગુજરાતમાં નોંધાયેલા કોરોનાના આ સૌથી ઓછા કેસ છે. કુલ કેસનો આંક હવે 2,52,5592 છે. વધુ 3 સાથે કોરોનાથી કુલ મરણાંક હવે 4,347 છે. હાલ રાજ્યમાં 7,695 એક્ટિવ કેસ છે જ્યારે 65 દર્દી વેન્ટિલેટર પર છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!