Friday, March 29, 2024
HomeGujaratમોરબી માળીયા નેશનલ હાઇવે પર ટ્રક અને એસટી બસ વચ્ચે અકસ્માત

મોરબી માળીયા નેશનલ હાઇવે પર ટ્રક અને એસટી બસ વચ્ચે અકસ્માત

મોરબી માળીયા નેશનલ હાઈવે પર લક્ષ્મીનગર ગામ પાસે ટ્રક અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ મામલે એસટી બસ ડ્રાઈવર જગદીશભાઈ વિઠ્ઠલભાઈ ઢાપાએ ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે ટ્રક નં. જીજે-૧૨-ઝેડ-૧૫૨૬ નો ચાલક પોતાના હવાલા વાળું ટ્રક પૂરઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી રહ્યો હતો તે દરમ્યાન એસ.ટી બસ નં. જીજે-૧૮-ઝેડ-૩૨૩૮ સાથે ભટકાડી અકસ્માતને અંજામ આપ્યો હતો. આ અકસ્માતમાં એસટી બસને બહોળા પ્રમાણમાં નુકસાન થયું હતું તો બસમાં સવાર મુસાફરોને પણ નાની મોટી ઈજાઓ પહોંચી હતી. અકસ્માત થતા જ ટ્રક ચાલક ટ્રક મૂકીને નાસી છૂટ્યો હતો. બનાવની ફરિયાદને આધારે તાલુકા પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!