મોરબીમાં આજે જીલ્લાના ડોક્ટરો અને સ્વાસ્થ્ય વિભાગના કર્મચારીઓને કોરોના રસી આપી હતી જેમાં સાંસદ મોહન કુંડારીયા, જીલ્લા કલેક્ટર,જિલ્લામાં આરોગ્ય અધિકારી સહિતના હાજર રહ્યા હતા.
મોરબીમાં આજે કોરોના વેકસીન આવતાની સાથે જ સૌ પ્રથમ આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને વેકસીન આપવામાં આવી છે જેમાં આજે પીએમ નરેન્દ્ર મોદીના નિવેદન બાદ રસીકરણ શરૂ કરવામાં આવ્યું હતું આ સમયે રાજકોટ સાંસદ મોહન કુંડારીયા, જીલ્લા કલેક્ટર જે બી પટેલ,જીલ્લા આરોગ્ય અધિકારી ડો.જે.એમ.કતીરા, ડો.સી.એલ.વારેવડીયા,અધિક કલેક્ટર કેતન જોશી સહિતના હાજર રહ્યાં હતાં અને પ્રથમ ડોકટરોને રસીકરણ કરાયું હતું.
આ રસીકરણ સામાન્ય ડોઝથી પણ સામાન્ય હોવાનું રસી લેનાર ડોકટરોએ જણાવ્યું હતું સાથે જ સાંસદ મોહન કુંડારિયાએ જણાવ્યું હતું જે આગામી સમયમાં ધીમે ધીમે એક પછી એક મોરબીના લોકોને પણ આ રસીકરણ આપવામાં આવશે ત્યારે લોકો પણ આ અભિયાનમાં જોડાય અને કોઈ ડર ન રાખે સાથે કોરોનાની મહામારી સામે લડવામાં સાથ આપવા અપીલ કરી છે હાલ મોરબીમાં પહેલો ડોઝ આર એસ એસના પશ્ચિમ સંઘ સંચાલક ડો.જ્યંતીભાઈ ભાડેસિયાને આપવામાં આવ્યો હતો જેઓ અને ખાનગી પ્રેક્ટિસ પણ કરી રહ્યા છે જેમાં મોરબીને 5340 ડોઝ આપવામાં આવ્યા છે ત્યારે મોરબીમાં 2 સેન્ટર પર કોરોના વેકસીન આપવાની શરૂઆત કરાઈ છે જે મોરબી સિવિલ.હોસ્પિટલ અને હળવદ સાપકડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વેકસીન આપવામા આવશે અને આજે બન્ને સ્થળે 100-100 કોરોના વોરિયારને રસી આપવામાં આવશે જેમાં કુલ 4500 જેટલા કોરોના વોરિયર્સને વેકસીન આપવામાં આવશે સાથે જ લોકો પણ આગામી સમયમાં જ્યારે આ વેકસીન શરૂ થાય ત્યારે કોઈ ડર રાખ્યા વિના આ કોરોના મહામારી સામેના અભિયાનમાં ભાગ લે તેવી અપીલ આરોગ્ય વિભાગના અધિકારી ડો.જે.એમ.કતીરા એ અને ડૉ.સી.એલ.વારેવડીયા એ કરી છે.