Saturday, April 20, 2024
HomeGujaratમોરબીના ઝીકીયારી ગામે ડેમમાં ઝંપલાવી પ્રેમી પંખીડાની આત્મહત્યા : ફાયર ટીમે મૃતદેહ...

મોરબીના ઝીકીયારી ગામે ડેમમાં ઝંપલાવી પ્રેમી પંખીડાની આત્મહત્યા : ફાયર ટીમે મૃતદેહ બહાર કાઢ્યા પોલીસે તપાસ ચલાવી

મોરબીના ઝીકીયારી નજીક ડેમમાં એક સ્ત્રી અને પુરુષ ડૂબતા હોવાની માહિતી મળતા ફાયર ટીમ દોડી ગઈ હતી અને શોધખોળ આદરી હતી જોકે બંનેના મૃતદેહ હાથ લાગ્યા હતા તો પ્રેમી પંખીડાએ ડેમમાં ઝંપલાવી આપઘાત કર્યાના પ્રાથમિક અનુમાન સાથે પોલીસે તપાસ આદરી છે.

- Advertisement -
- Advertisement -

બનાવની મળતી માહિતી મુજબ મોરબીના ઝીકીયારી ગામ નજીકના ધોડાધ્રોઈ ડેમમાં યુવક અને યુવતી ડુબ્યાની માહિતી મળતા મોરબી ફાયર ટીમના તરવૈયાઓની ટીમ સ્થળ પર પહોંચી હતી અને રેક્સ્યું ઓપરેશન હાથ ધર્યું હતું જોકે ફાયર ટીમ રેસ્ક્યુ કરે તે પૂર્વે જ યુવક અને યુવતીના મોત થયા હતા તો મૃતક સગીરા લક્ષ્મીબેન મનસુખભાઈ સતાલીયા (ઉ.વ.૧૫) અને નીલેશ મોહન સોલંકી (ઉ.વ.૧૯) બંને જીકીયારીના રહેવાસી હોવાની માહિતી મળી હતી તો બંને મૃતદેહ બાંધેલી હાલતમાં મળી આવ્યા હતા જેથી પ્રેમપ્રકરણ હોવાની આશંકા પોલીસે વ્યક્ત કરી હતી અને પ્રેમી પંખીડાએ સાથે ડેમમાં કુદી મોતને વ્હાલું કર્યું હોય તેવું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ આર બી વ્યાસ ચલાવી રહ્યા છે જેમાં ફાયર ટીમના પ્રીતેશ નગવાડીયા, સલીમ નોબે, પેથાભાઈ, દિનેશ પડાયા,વસંત પરમાર, હિતેશ દવે સહિતની ટીમે રેક્સ્યું હાથ ધર્યું હતું જોકે બંનેને બહાર કઢાય તે પૂર્વ જ મોત થયા હતા તો ઝીકીયારી ગામમાં બે આપઘાતના બનાવથી ચકચાર મચી હતી

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!