Thursday, January 16, 2025
HomeGujaratમોરબી જિલ્લાના 12થી14 વર્ષના બાળકોને આવતીકાલથી કોરોના વેકસીન અપાશે

મોરબી જિલ્લાના 12થી14 વર્ષના બાળકોને આવતીકાલથી કોરોના વેકસીન અપાશે

મોરબી જિલ્લામાં આવતીકાલ બુધવારથી ૧૨ થી ૧૪ વર્ષના બાળકો માટે કોરોના વેકસીન આપવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવશે. જિલ્લામાં આશરે ૪૨૫૭૦ બાળકોને કોરોના વેકસીન આપવામાં આવશે.

- Advertisement -
- Advertisement -

સરકારની સૂચનાને અનુસાર રાજયમાં ૧૨ થી ૧૪ વર્ષ સુધીની ઉંમરના બાળકોને કોરોના વેકસીન આપવા માટેનું આયોજન કરાયું છે જેના પગલે મોરબી જીલ્લામાં પણ આવતીકાલ તા. ૧૬/૦૩/૨૦૨૨ થી ૧૨ થી ૧૪ વર્ષ સુધીની ઉમર ધરાવતા બાળકો ને કોરોના વેકસીન આપવાની શરૂઆત થશે. જેમાં ૧૨ થી ૧૪ વર્ષ સુધીની ઉંમર ધરાવતા અને શાળામાં અભ્યાસ કરતા મોરબી તાલુકામાં કુલ ૧૭૯૪૬, માળીયા તાલુકામાં ૩૧૧૧ , વાંકાનેર તાલુકામાં ૯૯૯૨ ટંકારા તાલુકામાં ૫૨૫૭, તથા હળવદ તાલુકામાં ૬૨૬૪, સહિત આશરે ૪૨૫૭૦ બાળકોને કોરોના વેકસીન આપવામાં આવશે. જે સ્કુલોમાં ૧૨ થી ૧૪ વર્ષ સુધીની ઉમર ધરાવતા બાળકો અભ્યાસ કરે છે તે દરેક સ્કુલોમાં જ રસીકરણ સેશનનું આયોજન કરવામાં આવશે. કોરોના રસીકરણ માટે વિધાર્થી / વિધાર્થીનીઓ ઓનલાઈન એપોઈંટમેન્ટ અથવા સ્થળ પર ઓનસાઈટ રજીસ્ટ્રેશન કરાવીને રસી મેળવી શકશે. શાળામાં અભ્યાસ ન કરતા હોય તેવા બાળકો નજીકની શાળા કે આરોગ્ય સંસ્થાનાં રસીકરણ સેશનમાં રસી મેળવી શકશે.

બીજી તરફ અગાઉ ૬૦ વર્ષથી વધુ વયના નાગરીકોને જ પ્રીકોશન ડોઝ આપવામાં આવતો હતો તારીખ ૧૬ , માર્ચ -૨૦૨૨ થી ૬૦ વર્ષથી વધુ વયના તમામ નાગરીકો પ્રિકોશન ડોઝ લઇ શકશે.તમામ બાળકોને રસી અપાવવા વાલીઓને જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના ચેરમેન હીરાભાઈ ટમારિયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધીકારી ડો. જે.એમ.કતીરા તેમજ જિલ્લા આર.સી.એચ. અધીકારી ડો.વિપુલ કારોલીયાએ અનુરોધ કર્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!