મોરબી-વાકાનેર હાઇવે પર આવેલ લાલપર નજીક રોંગ સાઈડમાં આવતા બાઈકે અન્ય બાઇકને ઠોકરે લેતા દંપતી ખંડિત થયું હતું. અકસ્માતમાં ઘાયલ પત્નીએ સારવાર દરમિયાન હોસ્પિટલના બિછાને આખરી શ્વાસ લીધો હતો.
અકસ્માત અંગે પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર લાલપર નજીક રોડ પર બાઈક નંબર-જે-૩૬-એમ-૨૦૨૩ ના ચાલકે ડબલ સવારી બાઈક રોગ સાઇડમા પુરપાટ વેગે ચલાવી સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવી દઈ પરપ્રાંતીય યુવાનની બાઇકને અડફેટે લેતા અકસ્માત થયો હતો જેમાં નાનસીંગભાઇ ધનજીભાઇ ડામોર નામના યુવાનને આખના ઉપરના ભાગે ઇજા પહોચી હતી તથા તથા તેમની પત્નીને મોઢાના ભાગે તથા માથાના ભાગે હેમરેજ સહિતની ગંભીર ઇજા થવા પામી હતી આથી તેણીને પ્રથમ સારવાર અર્થે મોરબી સીવીલ હોસ્પીટલ ખાતે ખસેડાયા હતા જયા વધુ સારવારની જરૂરિયાત જણાંતા રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરાયા હતા જ્યા સારવાર દરમ્યાન તેણીનું મોત નિપજ્યું હતું.આ અંગે ફરીયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીમાથી બાઈક ચોરાયાની પોલીસ ફરિયાદ નોંધાઈ
મોરબીના લગધીરપુર કેનાલ રોડ પર આવેલ હોલીસ સીરામીકના કારખાનાની બાજૂની દુકાનના કેમ્પસમા અમીતકુમાર નાનજીભાઇ ફળદુએ પાર્ક કરેલ હિરો કપનીનુ સ્પેલન્ડર પ્લસ બાઈક રજી. નંબર-GJ-36-D-7575 જેની કીંમત રૂપીયા-20,000ની તા. ૧૦/૧૦/૨૦૧૯ ના રાત્રીના સમયગાળા દરમિયાન દરમિયાન કોઈ અજાણ્યો ઈસમ ચોરી કરી લઇ ગયો હતો ત્યારબાદ અમીતકુમારે આજદિન સુધી તપાસ કર્યા બાદ બાઈક ન મળતા અને ખોવાયેલ આર.સી.બુક મળી આવતા મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.