Friday, August 29, 2025
HomeGujaratમોરબીમાં જમીન કૌભાંડ મામલે ભૂતપૂર્વ અધિકારી અને બેંક કર્મચારીઓ સહિતના વિરુદ્ધ ગુનો...

મોરબીમાં જમીન કૌભાંડ મામલે ભૂતપૂર્વ અધિકારી અને બેંક કર્મચારીઓ સહિતના વિરુદ્ધ ગુનો નોંધવા કોર્ટનો આદેશ

ગાંધીનગર જીલ્લાના જાસપુર ગામની જમીનના ખોટા દસ્તાવેજ બનાવી મોરબીની બેંક મારફતે રૂ.૧.૧૪ કરોડની છેતરપિંડી.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકાના લખધીરનગર ગામના 68 વર્ષીય ખેડૂત પ્રભુભાઈ નથુભાઈ દેત્રોજાએ પોતાના જ કૌટુંબિક સગા પર છેતરપિંડીનો ગંભીર આક્ષેપ કર્યો છે. ફરિયાદ મુજબ આરોપીઓએ તેમને નશાની હાલતમાં ભાન ભુલાવી, ગાંધીનગર જીલ્લાના કલોલ તાલુકાના જાસપુર ગામે આવેલી બે ખેતીની જમીનના દસ્તાવેજ રજીસ્ટર કરાવી લીધા હતા. અવેજમાં એક પણ રૂપિયા આપ્યા વગર, મોરબીની રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપ. બેંકના કર્મચારીઓ અને મેનેજર સાથે સાઠગાંઠ કરી ફરિયાદીની ચેકબુક ખોટી રીતે મેળવી, ખોટી સહી કરીને તેમના ખાતામાંથી રૂ.૧.૧૪ કરોડની રકમ ઉપાડી અલગ-અલગ ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. પોલીસ દ્વારા કાર્યવાહી ન થતા, અંતે નામદાર કોર્ટમાં અરજી કર્યા બાદ તમામ આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમો હેઠળ ગુનો નોંધવાનો આદેશ કરવામાં આવ્યો છે.

 

મોરબીના લખધીરનગર ગામના રહેવાસી અને ખેડૂત પ્રભુભાઈ નથુભાઈ દેત્રોજાએ નામદાર કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં જણાવ્યું હતું કે, તેમના કૌટુંબિક સગા કનૈયાલાલ સુંદરજી દેત્રોજા અને તેમના પુત્ર વિશ્વાસ કનૈયાલાલ દેત્રોજાએ પૂર્વ આયોજિત કાવતરાથી તેમને નશાની હાલતમાં ભાન ભુલાવી, ગાંધીનગર જીલ્લાના કલોલ તાલુકાના જાસપુર ગામની ખેતીની જમીનો સર્વે નં.૨૫૨ અને સર્વે નં. ૨૬૧ના વેચાણ દસ્તાવેજો ૧૧ ઓક્ટોબર ૨૦૨૨ના રોજ રજીસ્ટર કરાવી લીધા હતા. આ દસ્તાવેજોમાં દર્શાવ્યા મુજબ ફરિયાદીને કોઈ અવેજની રકમ આપવામાં આવી નહોતી. ત્યારબાદ મોરબીની રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપ. બેંકના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે ગઠબંધન કરી, ફરિયાદીની ચેકબુક મેળવી, તેમની ખોટી સહી કરી, વિવિધ તારીખે કુલ રૂ.૧.૧૪ કરોડની રકમ અલગ-અલગ ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. આ પૈસા ઉપેન્દ્રભાઈ કાસુંન્દ્રા સહિતના ખાતાઓમાં આરટીએસજી મારફતે ટ્રાન્સફર કરાયા હતા.

 

ફરિયાદ મુજબ, આ આખા કૌભાંડમાં બેંકના ભૂતપૂર્વ બ્રાન્ચ મેનેજર ડી.આર. વડાવીયા, બેંક કર્મચારી અશોક લાભૂભાઈ મકવાણા સહિતના લોકોની સીધી સંડોવણી હતી. આ અંગે મોરબી સિટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હોવા છતાં પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવી ન હતી. પરિણામે, પ્રભુભાઈ દેત્રોજાએ નામદાર કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. કોર્ટમાં રજૂ થયેલી વિગતો અને પુરાવા ધ્યાને લઇ, આરોપી કનૈયાલાલ સુંદરજી દેત્રોજા, વિશ્વાસ કનૈયાલાલ દેત્રોજા, ઉપેન્દ્રભાઈ કાસુંન્દ્રા તથા બેંકના મેનેજર-કર્મચારીઓ સહિત તમામ સામે આઈપીસી કલમ ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૧૪, ૧૨૦બી તથા ૩૪ મુજબ ગુનો નોંધવાનો આદેશ કર્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!