Sunday, December 29, 2024
HomeGujaratહળવદના કેદારીયા ગામના લેન્ડ ગ્રેબિંગ કેસમાં આરોપીને જામીન પર છોડી મુકવા કોર્ટનો...

હળવદના કેદારીયા ગામના લેન્ડ ગ્રેબિંગ કેસમાં આરોપીને જામીન પર છોડી મુકવા કોર્ટનો હુકમ

હળવદ તાલુકાના કેદારીયા ગામની જમીન પચાવી પાડવાના ગુન્હામા પોલીસ ચોપડે ચડેલ આરોપીને જામીન ઉપર છોડી મુકવા મોરબી સેશન્સ કોર્ટે હુકમ કર્યો છે.

- Advertisement -
- Advertisement -

હળવદના કેદારીયા ગામની સીમમાં આવેલ રેવેન્યુ સર્વે નં ૪૦૦૧/૩ વાળી જમીન પચાવી પડયાની રાવ સાથે આરોપી ધીરજભાઈ દેવશીભાઈ શીહોરા સામે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. આરોપીએ આ જમીનમાં ડોળો જમાવી જમીન હડપ કરી જવા માટે આજદીન સુધી કબજો ચાલુ રાખી ગુનો કર્યાનું ફરિયાદમાં જણાવતા હળવદ પોલીસે આરોપીઓ વીરુધ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતીબંધ કાયદાની (લેન્ડ ગ્રેબિંગ) કલમ– ૩ , ૪ ( ૧ ) , ૪ ( ૩ ) , ૫ ( સી ) મુજબ ગુનો નોંધી ધરપકડ કરી હતી. ત્યારબાદ ધરપકડ થયેલ આરોપીઓ ધીરજભાઈ દેવશીભાઈ શીહોરાએ જામીન અરજી મુકતા આરોપી તરફે મોરબી જીલ્લાના સીનીયર ધારાશાસ્ત્રી દીલીપ આર. અગેચાણીયા રોકાયેલ આરોપી તરફે દલીલ કરવામાં આવેલી કે આરોપી તદ્દન નિર્દોષ છે. આ કામમાં મોટાભાગની તપાસ પુરી થઈ ગયેલ હોય જેમાં આરોપીની સીધી કે આડકતરી સંડોવણી નથી. તેમજ આરોપી કોઈ ગુનાહીત ભુતકાળ ધરાવતા નથી અને બેઈલ માટેના વીવીધ ચુકાદાઓ રજુ કર્યા હતા. જેને પગલે કોર્ટે આરોપી પક્ષની દલીલ માન્ય રાખી આરોપીઓને શરતી જામીન પર છોડી મુકવા આદેશ કર્યો છે.

આ કામમાં આરોપી તરફે મોરબી જીલ્લાના સીનીય૨ ધારાશાસ્ત્રી દીલીપભાઈ અગેચાણીયા, જીતેન અગેચાણીયા, સુનીલ માલકીયા, જે.ડી. સોલંકી, કલ્પેશ શંખેસરીયા, મોનીકાબેન ગોલત૨ , હીતેશ પરમાર રોકાયેલા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!