મોરબીના વાંકાનેર નજીક વઘાસિયા નકલી ટોલનાકાના વધુ બે આરોપીઓએ આગોતરા જામીન મુદે અરજી મૂકી છે. રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલા અને હરવિજયસિંહ જયુભા ઝાલાએ મોરબીની અધિક સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટેની અરજી કરી હતી. જો કે કોર્ટે આગોતરા જામીન આપવા માટે ઇન્કાર કરી દિધો છે.
મોરબીનાં વાંકાનેર નજીક વઘાસીયા ટોલનાકા મામલે વધુ બે આરોપીઓએ આગોતરા જામીન માટે અરજી કરી હતી. રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલા અને હરવિજયસિંહ જયુભા ઝાલાના વકીલે આગોતરા જામીન માટે અરજી કરી હતી. જેની આજરોજ સુનવણી દરમિયાન આરોપી તરફે વકીલ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે, રવિરાજસિંહ અને હરવિજયસિંહએ કયારે કોઈ ટોલ ઉધરાવેલ નથી કે ટોલનાકાના કર્મચારીઓને કોઈ ધમકી આપેલ નથી.તેમજ અરજદારોને કહેવાતા ગુનામાં અટક કરવામાં આવે તો મારઝુડ કરી ખોટી રીતે ગુનાની કબુલાત કરવાના પ્રયત્નો થશે આથી આગોતરા જામીનને અરજીને મંજૂર કરવાની દલીલ કરી હતી. પંરતુ મોરબી સેશન્સ કોર્ટે આગોતરા જામીન નામંજૂર કર્યા હતા.