Friday, February 7, 2025
HomeGujaratમાળીયા મીયાણાનાં મોટી બરારના ગામના રહીશ દ્વારા સાંધ્ય દૈનિકના પત્રકાર સહિત ત્રણ...

માળીયા મીયાણાનાં મોટી બરારના ગામના રહીશ દ્વારા સાંધ્ય દૈનિકના પત્રકાર સહિત ત્રણ વ્યક્તિઓ સામે કરેલ બદનક્ષી મંજૂર કરી વળતર અને વ્યાજ સહિત ખર્ચ ચૂકવવા હુકમ કરતી કોર્ટ

માળીયા મિયાણાના મોટી બરારના ભુરાભાઈ મુન્શીભાઈ મુન્શીએ આરોપી સાંધ્ય દૈનિક ના પત્રકાર જીગ્નેશ અનિલભાઈ ભટ્ટ અને સાંજ સમાચાર પબ્લિકેશનના તંત્રી પ્રકાશક તેમજ લાલજીભાઈ મહેતા વિરૂદ્ધ બદનક્ષી કર્યા હોવાનો દાવો વર્ષ ૨૦૧૩ માં સાંધ્ય દૈનિક દ્વારા લખવામાં આવેલ સમાચાર બદલ થયેલ નુકશાન વિરૂદ્ધ વળતર મેળવવા મોરબી સિવિલ કોર્ટમાં દસ લાખના વળતર આપવા માટે દાવો કર્યો હતો. જે કેસ મોરબીમાં ત્રીજા સિનિયર સીવીલ જજની કોર્ટમાં ચાલી જતાં બંને પક્ષની દલીલો સાંભળી ફરિયાદોનો દાવો અંશતઃ મંજૂર કર્યો છે અને અરજદાર ભુરાભાઈ ને તેની બદનક્ષી થયેલ છે તેવું સાબિત કરી નુકશાની પેટે રૂ. ૧૧,૦૦૦ રકમ મજૂર કરી આ દાવો સિવિલ કોર્ટમાં જે વર્ષથી દાખલ થયો ત્યારથી અત્યાર સુધીના ૯ ટકા વ્યાજ ની રકમ તેમજ અરજદાર દ્વારા કરેલ ખર્ચ સહિત ચૂજવાવનો હુકમ કરવામાં આવતા દાખલા રૂપ કામગીરી કરી છે સાથે જેના પર દાવો કરાયો છે તેમને બંનેનો ખર્ચ ઉપાડવો પડશે તેવો હુકમ ત્રીજા એડિશનલ સિનિયર જજ દુર્ગેશ કનૈયાલાલ ચંદનાણી દ્વારા કરવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, માળીયા મિયાણાના મોટી બરારના ભુરાભાઈ મુન્શીભાઈ મુન્શીએ દાવો કર્યો હતો કે પ્રતિવાદીઓ એટલે કે આરોપીઓ મોરબી સાંધ્ય દૈનિકના પત્રકાર જીગ્નેશ અનિલભાઈ ભટ્ટ અને સાંજ સમાચાર પબ્લિકેશનના તંત્રી પ્રકાશક અને ફિલ્મ બનાવનાર વિરૂદ્ધ બદનક્ષીનો દાવો કર્યો હતો. જેમાં મહેતા લાલજીભાઇ એ ડ્રામા નાટકો, ફિલ્મો બનાવવાના પબ્લીસ કરવાનો ફિલ્મી ઉદ્યોગ સાથે સંકળાયેલી વ્યકિત છે. અને પત્રકાર તરીકે જાહેર ખબરો, સમાચારો પેપરમાં પ્રસિધ્ધ કરવાનો-કરાવવાનો વ્યવસાય કરે છે. મહેતા લાલજીભાઇ અને ભટ્ટ જીજ્ઞેશ અનુભાઈએ પોતાની પ્રસિધ્ધી માટે તેમજ પોતાના “મહેર કરો મામાદેવ” ફિલ્મની વધારે પડતી પ્રસિધ્ધ કરવાના મલીન ઈરાદાથી વાદીની વિરૂધ્ધના ખોટા સમાચારો છાપામાં પ્રસિધ્ધ કર્યાં હતા. જેનાથી વાદીની બદનામી થઈ હતી. આમ, પ્રતિવાદીઓના ગેરબંધારણીય અને ગેરકાનુની કૃત્યથી વાદીને બદનામ કરતા વાદી દ્વારા બદનક્ષીનો દાવો કરાયો હતો. જેમાં ફિલ્મ “મહેર કરો મામાદેવ” નામની ફિલ્મ રીલીઝ કરવા સામે તેમજ વાદીના વડવાઓની વિરૂધ્ધમાં ફિલ્મ સ્ટોરીમાં વિધાનો આવતા હતાં. તેથી મનાઈ હુકમ મેળવવાના દાવા નં. ૧૨/૧૨ થી માળીયાની કોર્ટમાં કેસ કરેલ હતો. આ દાવાના કામે મનાઈ હુકમની માંગણી કરતી અરજી કરેલ હતી. આ મનાઈ હુકમની અરજી માળીયા(મી) ની દિવાની કોર્ટમાં ચાલી જતા મનાઈ હુકમની અરજી નામદર કોર્ટ ધ્વારા રદ કરવામાં આવતા આ અરજી રદ કરવાના હુકમની જાહેરાત છાપામાં ખોટી રીતે પ્રસિધ્ધ કરી આ પ્રેસનોટમા વાદી વિરૂધ્ધના ખોટા નિવેદનો અને વિધાનો પ્રતિવાદીઓ ધ્વારા છાપવામાં આવતા આ સમાચાર છાપા ધ્વારા સમાજમાં પબ્લીસ થતા લોકોએ સમાજે તથા કુટુંબના સભ્યોએ વાદીની વર્તણૂંકની નોંધ લઈ તેની ઉપર કીચડ ઉછાડી વૈપાર ધંધા કામકાજ કરવામાં વાદીને પછડાટ ખાવી પડી હતી. સમાજના લોકો વાદીને શંકાની નજરે જોવા માંડયા અને છાપાના સમાચારની વિગતોએ વાદીને મંદિરે, ચોરે, ચોક બજારમાં બદનામ કરવા લાગતા વાદી તેમની જાતને આ ખોટા સમાચારો છાપામાં પ્રસિધ્ધ થતા સમાજમાં નીચા જોવાનો સમય આવ્યો હતો.

જેથી વ્યવહારી સામાજીક અને કૌટુંબીક રીતે બદનામી પ્રતિવાદીઓના કૃત્યથી થઈ હતી. જેથી વાદીની બદનામી બદલ ધંધાકીય વહેવારીક કે સમાજીક જે નુકશાની થયેલ છે તે બદલ વળતર મેળવા તા. ૦૯/૧૨/૨૦૧૩ ના રોજ દવો દાખલ કરવામાં આવ્યો હતો. જે કેસ મોરબીમાં ત્રીજા સિનિયર સીવીલ જજની કોર્ટમાં ચાલી જતાં વાદીના વકીલ દ્વારા બે મૌખિક પૂરાવા અને ૧૨ દસ્તાવેજી પુરાવા રજૂ કરાયા જ્યારેં પ્રતિવાદીના વકીલે એક મૌખીક અને આઠ લેખિત પુરાવા રજૂ કર્યા હતાં. તેમજ બંને પક્ષોની દલીલ સાંભળી મોરબીમાં ત્રીજા સિનિયર સીવીલ જજની કોર્ટમાં ચાલી જતાં બંને પક્ષની દલીલો સાંભળી ફરિયાદીનો દાવો મંજૂર રાખી નુકશાની પેટે રૂ. ૧૧,૦૦૦ રકમ દાવો દાખલ થયો ત્યારથી ૯ ટકા વ્યાજ સહિત ચૂજવાવનો હુકમ કરાયો છે. જેના પર દાવો કરાયો છે તેમને બંનેનો ખર્ચ ઉપાડવો પડશે. તેવો હુકમ ત્રીજા એડિશનલ સિનિયર જજ દુર્ગેશ કનૈયાલાલ ચંદનાણી દ્વારા કરવામાં આવ્યો છે.

જો કે અરજદાર ભુરાભાઈ મુન્શી નો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે આ કોર્ટે બદનક્ષી સાબિત કરી જે વળતર અને ખર્ચ આપેલ છે તેના થી સંતુષ્ટ ન હોય કોર્ટના નિર્ણય ને આવકારી આગામી સમયમાં ઉપરની કોર્ટમાં વધુ વળતર માટે અપીલ કરવા તૈયારીઓ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે પત્રકાર થઈ જાઓ એટલે તમે મોટી તોપ નથી બની જતાં કાયદો અને બંધારણીય જોગવાઈ જેમ તમને પત્રકારત્વ ની સ્વંત્રતા આપે છે તેમ મર્યાદાઓ પણ લાદવામાં.આવી છે જેનાથી ભારતનો દરેક નાગરિક બંધાયેલ છે જેમાં કોર્ટે આ કેસમાં બદનક્ષી સાબિત કરી દાખલા રૂપ કામગીરી કરેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!