મોરબીમાં ખુલ્લી ગટરો ઉભરાતી ગટરો તેમજ રોડ રસ્તા અને ગંદકી ના પ્રશ્નો વર્ષોથી અડીખમ ઉભા છે અને ગઈકાલે હળવદમાં ગટરમાં ટ્રેકટર ખાબકયાનો બનાવ સામે આવ્યો હતો ત્યારે આજે મોરબીમાં પણ એક બનાવ બન્યો છે.
જેમાં મોરબીના જેઇલ રોડ પર આવેલ વાંકાનેર દરવાજા નજીક દાણાપીઠ અને શાક માર્કેટ તરફ જતા રસ્તા પર ખુલ્લી ગટર માં ગાય ખાબકી છે તેમજ આ જગ્યાએ કચરાના ઢગલા પણ જોવા મળે છે જ્યાંથી પસાર થવા માટે વગર કોરોનાએ ફરજિયાત માસ્કની જરૂર પડે તેવી સ્થિતિ છે અને આ કચરામાં બગડેલા શાકભાજી જેવો કચરો ગાય કે અન્ય પશુઓ ખાવા માટે આવે છે ત્યારે અવાર નવાર પશુઓ ત્યાં ખુલ્લી ગટર માં પડી જવાના બનાવો અગાઉ પણ બન્યા છે અને આ મામલે સ્થાનિકો, સામાજિક સંસ્થાઓ દ્વારા અનેકો વખત રજૂઆતો પણ કરવામાં આવી છે પરન્તુ હજુ સુધી આ ગટર બન્ધ કરવામાં આવી નથી ત્યારે હવે આ ગટર ને સ્લેબ બનાવીને ઢાંકવામાં આવે તો આગામી સમયમાં આ પ્રકારના બનાવો અટકાવી શકાય અને ખુલ્લી ગટરમાં કચરો ભરાઈ જવાના કારણે ગટર ચોકપ થવાના પ્રશ્ન નું પણ નિરાકરણ લાવી શકાય છે.