Saturday, July 27, 2024
HomeGujaratવાંકાનેરમાં ધન્વંતરી આરોગ્ય રથનાં બંધ થયેલ સાયરનનો વિડીયો ઉતારવા બાબતે થઈ બબાલ

વાંકાનેરમાં ધન્વંતરી આરોગ્ય રથનાં બંધ થયેલ સાયરનનો વિડીયો ઉતારવા બાબતે થઈ બબાલ

વાંકાનેરમાં વધુ એક અસામાજિક તત્વનો આતંક સામે આવ્યો છે. જેમાં ધન્વંતરી આરોગ્ય રથનાં ચાલકે રથનું સાયરન ખરાબ થઈ ગયેલ હોય તેમજ રથને રોડ સાઈડમાં પાર્ક કરતા જેનો એક શખ્સ વિડીયો ઉતારતો હોય જેને ના પાડતા ઉશ્કેરાયેલ શખ્સે યુવકની ફરજમાં રુકાવટ કરતા સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, જી. વી. કે. ઇ. એમ. આર. આઇમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતો જયદીપભાઇ રાજાભાઇ ઉટડીયા નામનો યુવક ગઈકાલે તેની પાસે રહેલ જીજે-૧૮-એ.ઝેડ-૧૨૪૬ નંબરના ધન્વંતરી આરોગ્ય રથ મા લાગેલ સાયરન ખરાબ થયેલ હોય અને તેને પોતાનું વાહન નેશનલ હાઇવે જીનપરા જકાત નાકા કોમ્પલેક્ષની સામે આવેલ ભરતસિંહ બાબુભા ઝાલા નામના આરોપીની ડીલકસ પાનની દુકાન પાસે સાઇડમા રથ પાર્ક કરેલ હોય જે બાબતે આરોપી વિડીયો ઉતારતા હોય તે અંગે ના પાડતા આરોપીએ એકદમ ઉશ્કેરાય જઈ ફરીયાદી સાથે બોલાચાલી કરી ફરિયાદીની કાયદેસરની ફરજમા રૂકાવટ કરતા સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!