Sunday, November 15, 2026
HomeGujaratમાળીયાથી બોલેરોમાં અબોલ પશુને જામનગર કતલખાને લઈ જતા બચાવી લેતા ગૌરક્ષકો

માળીયાથી બોલેરોમાં અબોલ પશુને જામનગર કતલખાને લઈ જતા બચાવી લેતા ગૌરક્ષકો

આમરણ નજીક ડાયમંડ નગર પાસે ગૌરક્ષકોએ વાહન અટકાવ્યું; બે શખ્સો સામે ગુનો નોંધાયો.

- Advertisement -
- Advertisement -

મોરબીના આમરણ નજીક ડાયમંડ નગર પાસે ગૌરક્ષકોએ બોલેરો પીકઅપમાંથી ભેંસનો એક પાડો અને સાત પાડીઓ મળી કુલ આઠ પશુઓને ક્રૂરતાપૂર્વક કતલખાને લઈ જતાં ઝડપી પાડ્યા હતા. પશુઓને ઘાસચારા અને પાણીની વ્યવસ્થા વગર લઈ જવાતા બે શખ્સો સામે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ, મોરબી ગૌરક્ષક દળના સભ્ય અને મોરબી શિવસેના શહેર ઉપપ્રમુખ અનિલભાઈ નરશીભાઈ અસવાર રહે. કુબેરનગર નવલખી રોડ મોરબી વાળાને બાતમી મળી હતી કે, માળીયા(મી)થી આમરણ થઈ જામનગર તરફ એક મહિન્દ્રા બોલેરો પીકઅપ રજી.નં. જીજે-૧૧-ઝેડ-૮૧૫૪ માં પશુઓને ભરીને કતલખાને લઈ જવામાં આવી રહ્યા છે. જેથી તેઓ કમલેશભાઈ રૂઝાં, જીતુભાઈ સેતા અને રાકેશભાઈ ગાંભવા સહિતના ગૌરક્ષકો સાથે આમરણ ગામ નજીક ડાયમંડ નગર પાસે રોડ પર વોચમાં ગોઠવાયા હતા. દરમિયાન સાંજના અરસામાં શંકાસ્પદ બોલેરો પીકઅપ આવતા તેને અટકાવી તપાસ કરવામાં આવી હતી. જેમાં વાહનના પાછળના ભાગમાં પાટિયાં લગાવી અંદર પશુઓ ભરવામાં આવ્યા હતા.

તપાસ દરમિયાન ભેંસનો એક પાડો અને સાત પાડીઓ મળી કુલ આઠ પશુઓ અત્યંત ક્રૂરતાપૂર્વક ભરેલા મળી આવ્યા હતા. પશુઓને લઈ જવા અંગે ચાલક અને તેની સાથે બેઠેલા શખ્સ પાસે પાસ-પરમિટ કે અન્ય કોઈ આધાર પુરાવા માંગતા તેઓ રજૂ કરી શક્યા નહોતા. પૂછપરછમાં પશુઓ ખરીદ્યા હોવાનું અને દ્વારકા લઈ જતા હોવાનું જણાવ્યું હતું. જોકે, પશુઓ માટે ઘાસચારા કે પાણીની કોઈ વ્યવસ્થા પણ કરવામાં આવી નહોતી. જેથી ગૌરક્ષકોએ બોલેરો ચાલક (૧)બનેસંગભા ખીરાભા જામ રહે. બાટીશા વાડી વિસ્તાર દ્વારકા અને (૨)ગંગાભા પુનાભા માણેક રહે. વસઈ ગામ તા. દેવભૂમિ દ્વારકા એમ બંને શખ્સો અને પશુઓ ભરેલી બોલેરો પીકઅપને મોરબી તાલુકા પોલીસ મથકે લઈ જઈ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી બનેસંગભા ખીરાભા જામ અને ગંગાભા પુનાભા માણેક સામે ગુજરાત પશુ ક્રૂરતા અધિનિયમ તથા જીપી એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!