મિયાની ગામે ગૌમાતા નદી માં ફસાઈ જતાં ગામ ના સેવા ભાવિ યુવાનો એ રેસક્યું કરી સુરક્ષિત રીતે બહાર કાઢી
સેવાભાવી યુવાનો એ માનવતા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું
મોરબી ના હળવદ તાલુકા ના મિયાની ગામ ની નદી માં ગૌમાતા ખુચાય જવાની જાણ મિયાની ગામ ના ગૌ પ્રેમીઓ અને ગામ ના સેવા ભાવિ ઉપસરપંચ ટીનેશભાઈ કુરિયા ને થતાં તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી મિયાની ગામ ના ચાર પાચ યુવાનો દ્વારા સફળતા પૂર્વક રેસ્ક્યું કરવા માં આવ્યું હતું અને ગૌમાતા ને સુરક્ષિત રીતે બહાર કાઢી ગામ ના સેવાભાવી યુવાનો સેવા કાર્ય માં નિમિત્ત બન્યા હતા ત્યારે આ હળાહળ કળિયુગ માં આ પ્રકાર ની નિઃસ્વાર્થ સેવાભાવી લોકો ને પણ પ્રેરણા પૂરી પાડતા હોય છે