Saturday, April 20, 2024
HomeGujaratમોરબીના મહેન્દ્રનગર અને યમુના નગર સોસાયટીમાં ૯૬ બોટલ દારૂ સાથે બે ઝડપાયા

મોરબીના મહેન્દ્રનગર અને યમુના નગર સોસાયટીમાં ૯૬ બોટલ દારૂ સાથે બે ઝડપાયા

મોરબી સીટી પોલીસ દ્વારા બે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી વિદેશી દારૂની ૯૬ બોટલ સાથે બે શખ્સોને દબોચી લઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

- Advertisement -
- Advertisement -

આ અંગેની માહિતી મુજબ મોરબી એલસીબી પીએસઆઇ એન બી ડાભી, હેડ કોસ્ટેબલ ચંદુભાઈ કાળોતરા સહિતનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં ત્યારે ચોક્કસ બાતમીના આધારે મહેન્દ્ર નગરમાં ધર્મ મંગલ સોસાયટીમાં રહેતો ભરત ગંગારામ કૂંડાળીયા નામ ના પટેલ શખ્સ ના રહેણાક મકાનમાં દરોડો પાડતા વિદેશી દારૂની બોટલ કિંમત રૂ ૨૯૩૦૦નો મુદ્દામાલ મળી આવતા પોલીસે ભરત પટેલની ધરપકડ કરી છે

જ્યારે અન્ય દરોડામાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ના હેડ કોસ્ટેબલ બી આર ખટાણા, કોન્સ્ટેબલ બ્રીજેશ ભાઈ બોરીચા સહિતનો સ્ટાફે વીસીપરા પાસે આવેલ યમુનાનગર સોસાયટીમાં રહેતો સાગર ધીરુ ચાવડા નામ ના શખ્સના રહેણાંક મકાનમાં દરોડો પાડતા વિદેશી દારૂની ૨૨ બોટલ અને બિયર ના ૨૫ ટીન મળી કુલ રૂપિયા ૯૧૦૦ નો મુદ્દામાલ મળી આવતા પોલીસે શખ્સ ધરપકડ કરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!