આરોપીએ બાળકીને ચોકલેટની લાલચ આપી ફોસલાવી લઈ જઈ પ્રથમ દુષ્કર્મ આચર્યા બાદ નિર્મમ હત્યા નિપજાવી મૃતદેહ ને બાજુમાં જ આવેલા અવાવરું જગ્યામાં દાટી દીધો હતો : પોલીસે આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી
મોરબીના સરતાન પર રોડ પર સીરામીક યુનિટમાં બાળકી પર દુષ્કર્મ આચરી હત્યા કરવાનો બનાવ સામે આવ્યો હતો જેમાં આ બનાવની ગંભીરતા ને લઈને મોરબી એસપી. એસ આર ઓડેદરા, ડીવાયએસપી રાધિકા ભારાઈ,તાલુકા પોલીસ,સીપીઆઈ સહિતનો પોલીસ કાફલો પહોંચી ગયો હતો સવાર સુધી ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી અને 100 થી વધુ શ્રમિકોની તપાસ કરી હતી જેમાં સીસીટીવી માં પણ આરોપી શંકાસ્પદ હાલતમાં જોવા મળતા પોલીસે ઊંડાણભરી તપાસ હાથ ધરી હતી જેમાં આજે ડીવાયએસપી રાધિકા ભારાઈ એ પ્રેસ કોંફરન્સ સંબોધી જણાવ્યું હતું કે મોરબી ના સરતાનપર રોડ પર બનેલી સાત વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યાના આરોપીને સીપીઆઈ ની ટીમે પકડી પાડ્યો છે જેમાં મોરબી એસપી એસ આર ઓડેદરાની સૂચનાથી ડીવાયએસપી રાધિકા ભારાઈ ના માર્ગદર્શન હેઠળ સીપીઆઈ આઇ એમ કોંઢિયાની ટીમેં દુર્ગાચરણ ઉર્ફે ટારઝન રહે. મૂળ ઝારખંડ હાલ મોરબી વાળા ઈસમની અટકાયત કરી હતી જેમાં મેડિકલ રિપોર્ટ અને એફ એસ એલ રિપોર્ટ ના આધારે તપાસ હાથ ધરતા આરોપી પણ પોપટ બની ગયો હતો અને તેને જ સાત વર્ષની માસૂમ બાળા સાથે દુષ્કર્મ ગુજારી હત્યા નિપજાવી મૃતદેહ સગેવગે કર્યો હોવાની કબૂલાત આપતા પોલીસે આરોપીની કડક સરભરા કરી હતી હાલ આરોપી દુર્ગાચરણ ઉર્ફે ટારઝનનો કોવિડ ટેસ્ટ કરાવ્યાં બાદ વિધિવત ધરપકડ કરી રીમાન્ડ માટે આવતીકાલે કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરી વધુ તપાસ પીઆઈ આઈ એમ કોંઢિયા ની ટીમે હાથ ધરી છે.