Sunday, September 8, 2024
HomeGujaratમોરબીમાં શ્રાવણ પહેલાના જુગાર સામે કડક કાર્યવાહી: વધુ ૧૪ ઝડપાયા

મોરબીમાં શ્રાવણ પહેલાના જુગાર સામે કડક કાર્યવાહી: વધુ ૧૪ ઝડપાયા

મોરબી : મોરબીમાં શ્રાવણ પહેલાના ધમધમી ઉઠેલાં જુગાર ઉપર પોલીસે કડક કાર્યવાહી ચાલુ રાખીને મોરબીમાં વધુ બે સ્થળે દરોડા પાડી જુગાર રમતા વધુ ૧૪ જુગારીઓને ઝડપી લઈ આગળની તપાસ હાથ ધરેલ છે.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકા પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે ઘુટું ગામની સીમમાં આવેલ હરીઓમ પાર્ક સોસાયટી મેઇન રોડ ઉપર જાહેરમાં તીનપતિ રમતા હાર્દીકભાઇ નથુભાઇ ભુત, જોનીભાઇ સુરેશભાઇ વાછાણી, યશભાઇ ધર્મેન્દ્રભાઇ કાલરીયા, રસીલાબેન જીજ્ઞેશભાઇ ગોઠી, સોનલબેન જસ્મીનભાઇ ભુત, ખ્યાતીબેન ઉર્ફે જાનકીબેન જોનીભાઇ વાછાણી અને મીનાબેન ધર્મેન્દ્રભાઇ ઉર્ફે મહેન્દ્રભાઇ કાલરીયાને રોકડ રકમ રૂ. ૧૯,૦૬૦ સાથે ઝડપી પાડેલ હતા.

મોરબી એ ડિવિઝન સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે કાલિકા પ્લોટ વિસ્તારમાં સતવારા બોર્ડિંગ નજીક જાહેરમાં જુગાર રમતા કમલેશભાઈ પ્રભુભાઈ અગેચાણીયા, અબ્દુલભાઈ કાદરભાઈ સમા, અકબરભાઈ જમાલભાઈ સમા, અશરફભાઈ ઉસ્માનભાઈ શેખ, કાસમભાઈ હસનભાઈ સોલંકી, ઈમરાનભાઈ મહમદભાઈ કુરૈશી અને કાસમભાઈ હુશૈનભાઈ શેખને રૂ. ૧૦,૧૦૦ સાથે પકડી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!