Monday, December 30, 2024
HomeGujaratહળવદ ગોલાસણ ગામે રામદેવપીરના મંદિરના લાભાર્થે ક્રિકેટ ટુર્નામેન્ટનુ આયોજન કરવામા આવ્યુ

હળવદ ગોલાસણ ગામે રામદેવપીરના મંદિરના લાભાર્થે ક્રિકેટ ટુર્નામેન્ટનુ આયોજન કરવામા આવ્યુ

હળવદ તાલુકાના ગોલાસણ ગામે રામદેવપીરના મંદિરના લાભાર્થે 3 દિવસ ડે ક્રિકેટ ટુર્નામેન્ટનુ આયોજન કરવામા આવ્યુ હતું જેમા તાલુકાની 22 ટીમોએ ભાગ લીધો હતો આ ક્રિકેટ મેચમા લેમન ભરવાડે હેટ્રિક વિકેટ ઝડપી હતી ઓલરાઉન્ડ પ્રદર્શન કરીયુ હતુ ત્રીજા દિવસે ફાઇનલમા દિનેશભાઇ કપ્તાનની રાધે-રાધે પલાસણ ટીમ અને જય માતાજી ઇલેવન વચ્ચે જોરદાર મુકાબલો થયો હતો બન્ને ટીમોમા બીપીનભાઇ પરમાર અને ડી.જે રબારીની જય માતાજી ઇલેવન હળવદ ટીમ વિજેતા થઇ હતી જોકે હળવદ તાલુકામા જય માતાજી ઇલેવન ટીમ સતત ચેમ્પિયન બને છે આ ટીમના મેનેજર તરીકે અરવિંદભાઇના મેનેજમેન્ટથી ટીમ જીતવામા સફળ રહેલ છે વિજેતા ટીમને ટ્રોફી સાથે પાચ હજારનુ રોકડ ઇનામ આપવામા આવ્યુ હતુ આ ટુર્નામેન્ટમા રામદેવપીરના મંદિરમા પચાસ ઠેલી સીમેન્ટ અને 75 હજાર જેટલી રકમનો વધારો થયો છે સતત ત્રણ દિવસ રાજ રાજેશ્વરી આયોજીત ક્રિકેટ ટુર્નામેન્ટમા આયોજક પ્રભુભાઇ ઠાકોર, ભાવેશભાઇ ઠાકોર, હસમુખભાઇ, દેવુભાઇ તેમજ મીત્ર વર્તુળે ભારે જહેમત ઉઠાવી હતી

- Advertisement -
- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!