રાજકોટ રેન્જ આઇજી અશોક કુમાર યાદવ દ્વારા પ્રોહી- જુગારના કેસો શોધી કાઢવા અંગે સમગ્ર રેન્જમાં સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે ફિલ્મી સ્ટાઇલથી ગાડી ચલાવનાર સુરેન્દ્રનગર જિલ્લાના નામચિન બુટલેગરની બોલેરો ગાડીનો પીછો કરી ગાડીમાંથી ઇગ્લીંશ દારૂનો મોટો જથ્થો પકડી પાડી એક આરોપીની અટકાયત કરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠી દ્વારા મોરબી જીલ્લામાં પ્રોહીબીશન-જુગારની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા મોરબી એલ.સી.બી. પી.આઇ. ડી.એમ. ઢોલને સુચના કરેલ હોય જે અન્વયે પી.આઇ.ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ના પી.એસ.આઇ. કે.જે.ચૌહાણ, એન એચ.ચુડાસમા તથા એલ.સી.બી પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફના માણસી કાર્યરત હતા. દરમિયાન તેઓને ખાનગીરાહે હકિકત મળેલ કે, જુના પુટરોડ ઉપર પુદ્ર તરફથી સુરેન્દ્રનગર જિલ્લાનો નામચિન બુટલેગર વસંતભાઇ કાનજીભાઇ વાણીયા (રહે. પીપળી (જતનું) તા. પાટડી) GJ-13- AX-0820 નંબરની મહિન્દ્રા બોલેરો ગાડી ગેર કાયદેસર રીતે ઇગ્લીશ દારૂનો જથ્થો ભરી મોરબી ત્રાજપર ચોકડી તરફ આવે છે. જે હકિકતનાં આધારે મોરબી એલ.સી.બી.ના માણસોએ ગાડી રોકવા સારૂ રોડ ઉપર આડસ ઉભી કરેલ હોય જે આશને બોલેરો ગાડીએ તોડી ફિલ્મી સ્ટાઇલથી ભગાડી મોરબી થી જેતપરરોડ તરફ ભાગેલ જે ગાડીનો પીછો કરી નાઇટ રાઉન્ડની મોબાઇલવાનનો વાયરલેશ સેટથી સત્તત સંપર્ક કરી, પોલીસ કન્ટ્રોલરૂમ ખાતે ગાડી ભાગેલની વર્ધી આપી નાકાબંધી કરાવી સુંદર ગાડી ફિલ્મી સ્ટાઇલે ભાગતી હોય જેનો પીછો ચાલુ રાખી આ ગાડી હળવદ તાલુકાના નવા દેવળીયા બાજુ જતા મોરબી તાલુકા પોલીસની મોબાઇલ તથા હળવદ પોલીસ સ્ટેશનની પી.સી.આર. વાન અગાઉથી નવા દેવળીયાના રસ્તા ઉપર આડસ ઉભી કરી ગાડી રોકવાનો પ્રયત્ન કરતા સદર ગાડીએ તે પણ આડશ તોડી નવા દેવળીયા ગામે શેરી ગલીમાં પાર્ક કરેલ વાહન સાથે અથડાવી પોલીસ પીછો કરતી જ હોય જેથી તળાવની પાળ પાસે ગાડી રેઢી મુકી ગાડીમાં રહેલ બે ઇસમો નાસવા ભાગવા લાગતા પોલીસે પાછળ દોડી પકડવાનો પ્રયાસ કરતા વિજય વિનોદભાઇ ડાભી (રહે. ધ્રાંગધ્રા, ૧૦૦ ડી, ધોળીધાર, રેલ્વે કોલોની તા ધ્રાંગધ્રા જિ.સુરેન્દ્રનગર) નામનો ઇસમ પકડાયેલ જયારે એક ઇસમ વસંત કાનજીભાઇ વાણીયા અંધારાનો તથા સીમમાં બાવળની ઝાડીનો લાભ લઇ નાસી ભાગવામાં સફળ થયેલ હતો. તેમજ કારમાંથી મેકડોલ નંબર-૧ વ્હીસ્કીની રૂ. ૬૩,૦૦૦/-ની કિંમતની ૧૬૮ બોટલ,રૂ. ૧,૦૮,૦૦૦/-ની કિંમતની ઓલ સિઝન રીઝર્વ વ્હીસ્કીની ૧૮૦ બોટલ, રૂ.૧,૦૬,૦૮૦/-ની કિંમતની રોયલ ચેલેન્જ કલાસીક પ્રિમીયમ વ્હીસ્કીની ૨૦૪ બોટલ, રૂ.૪૬,૮૦૦/-ની કિંમતની મેજીક મુગ્મેન્ટ ગ્રીન એપલ ફલેવર વોડકાની ૧૫૬ બોટલ મળી આવી હતી. જે પકડાયેલ ઇસમ તથા માલ મંગાવનાર ભાવેશ ઉર્ફે કાળીયો કિશોરભાઇ (રહે. રફાળેશ્વર તા.જી, મોરબી) તથા નાસીભાગી જનાર મળી કુલ ત્રણ આરોપીઓ વિરૂધ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.