રાજકોટ રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ મોરબી જીલ્લામાં પ્રોહીબીશન-જુગારની પ્રવૃતિ સદંતર નાબુદ કરવા મોરબી એલ.સી.બી. પી.આઇ. ડી.એમ. ઢોલને સુચના કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી ક્રાઇમ બ્રાંચની ટીમે ટંકારા તાલુકાના હળમતીયા ગામની સીમમાં ખેતરમાં ઘઉંના ઉભા પાકમાં છુપાવેલ અલગ અલગ બ્રાન્ડની ઇગ્લીશ દારૂની ૬૮ બોટલોના રૂ.૨૮.૫૪૫/-ના તથા અન્ય મુદામાલ મળી કુલ કી.રૂ. ૩૮,૫૪૫/- ના મુદામાલ સાથે બે ઇસમોને પકડી પાડ્યા છે.
મળતી માહિતી અનુસાર, એલ.સી.બી.ના પી.એસ.આઇ. કે જે ચૌહાણ તથા એન.એચ.ચુડાસમા તેમજ એલ.સી.બી પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફના માણસો મોરબી જીલ્લામાં પ્રોહીબીશન-જુગારની પ્રવૃતિ સદંતર નાબુદ કરવાની સૂચના મુજબની કાર્યવાહી કરવા કાર્યરત હતા દરમ્યાન એલ.સી.બી. ટીમને ખાનગી રાહે બાતમી મળેલ કે, વિશાલભાઇ ભરતભાઇ પટેલ તથા કીશન ઉર્ફે જીગો રાજેશભાઇ ડોડીયા (રહે. બન્ને ફળમતીયા પાલનપીર તા.ટંકારા જી.મોરબી) બન્નેએ ભેંગામની ભાગીદારીમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો મંગાવી વિશાલ ભરતભાઇ પટેલે હળમતીયા ગામથી કોઠારીયાના માર્ગે એકળ તરીકે ઓળખાતી સીમમાં વાવવા રાખેલ પોતાના કબજા ભોગવટા વાળા ખેતરમાં ગેર કાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો વેચાણ કરવા ઇરાદે મંગાવી હાલમાં દારૂનો જથ્થો સંતાડે છે. જે હકિકત આધારે રેઇડ કરતા એલ.સી.બી. પોલીસે સ્થળ પરથી મેકડોવેલ્સ નં.-૦૧ કલેકશન ઓરીજનલ વ્હિસ્કીની રૂ.૧૭,૬૨૫/-ની કિંમતની ૪૭ બોટલ, રોયલ ચેલેન્જ ફાઇન રીઝર્વ વ્હીસ્કીની રૂ.૧૦,૯૨૦/-ની કિંમતની ૨૧ બોટલો તથા ૦૨ મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૩૮,૫૪૫/-નાં મુદ્દામાલ સાથે વિશાલભાઇ ભરતભાઇ પટેલ તથા કીશન ઉર્ફે જીગો રાજેશભાઇ ડોડીયા (રહે. બન્ને ફળમતીયા પાલનપીર તા.ટંકારા જી.મોરબી) મળી આવતા બંનેની અટકાયત કરી પ્રોહીબીશન ધારા તળે ટંકારા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.