પોલીસે રોકડા રૂ.૪૦,૯૫૦/- તથા એક ઇનોવા કાર સહીતનો મુદામાલ જપ્ત કર્યો
મોરબી ક્રાઇમ બ્રાંચ પોલીસ દ્વારા મોરબી તાલુકાના બાદનપર ગામની સીમમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ૫ ઇસમોને રોકડ રકમ તથા ઇનોવા કાર સહીત કુલ કિ.રૂ.૭,૪૦,૯૫૦/ ના મુદામાલ સાથે ઝડપી લઇ તમામ આરોપીઓ સામે મોરબી તાલુકા પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી લોક ક્રાઇમ બ્રાંચના હેડ.કોન્સ. શકિતસિંહ ઝાલા તથા પો.કોન્સ. સંજયભાઇ રાઠોડને ખાનગીરાહે મળેલ બાતમીને આધારે મોરબી તાલુકાના ખાનપર આમરણ રોડ ઉપર આવેલ બાદનપર ગામની સીમ, ભરવાડના નેસડાની બાજુમાં આવેલ ખરાબાની જમીનમાં જાહેરમાં ગંજીપતાના પાના વડે પૈસાની હારજીતનો તીનપતીનો જુગાર રમતા પ્રાગજીભાઇ જેઠાભાઇ ઠોરીયા ઉવ-૬૭ રહે.રામનગર ખારેચીયા તા.જી.મોરબી, બચુભાઇ પુનાભાઇ ડાંગર ઉવ-૬૧ રહે.કોયલી તા.જી.મોરબી, ભરતભાઇ મોમયાભાઇ કુંભારવાડીયા ઉવ-૪૮ રહે.બેલા આમરણ તા.જી.મોરબી, જ્યંતિલાલ તળશીભાઇ રાઘવાણી ઉવ-૪૬ રહે.ધુળકોટ તા.જી.મોરબી, જયેશભાઇ માનસંગભાઇ મકવાણા ઉવ-૫૨ રહે.બાલંભા તા.જોડીયા જી.જામનગરને જુગારની મોજ માણતા રંગેહાથ ઝડપી લેવાયા હતા. પોલીસે જુગારના પટ્ટમાંથી રોકડા રૂ.૪૦,૯૫૦/- તથા ઇનોવા કાર રજી.નં.જીજે-૩૬-બી-૫૦૨૫ કિ.રૂ.૭,૦૦,૦૦૦/- એમ કુલ કિ.રૂ.૭,૪૦,૯૫૦/-નો મુદામાલ કબ્જે લઇ પાંચેય આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.