મોરબી ક્રાઇમ બ્રાંચ પોલીસ ટીમે મોરબી તાલુકાના મકનસર ગામે તુલસી કોમ્પ્લેક્ષમાં શ્રીભકિત ટ્રાન્સપોર્ટની ઓફીસમાં રેઇડ કરતા ઓફિસમાં તીનપત્તીનો જુગાર રમતા સત ઇસમોને રોકડા રૂ.૧,૭૦,૫૦૦/- સાથે પકડી લઈ તમામ આરોપીઓ સામે તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી જીલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ જીલ્લામાં પ્રોહી. અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ઉપર રોક લગાવવા સ્પેશ્યલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે જે ડ્રાઈવ અનુસંધાને મોરબી જીલ્લા પોલીસની તમામ ટીમો કાર્યરત હોય તે દરમિયાન એલસીબી પોલીસ ટીમને સયુંકતમાં બાતમી મળેલ કે તાલુકાના મકનસર ગામે આવેલ તુલસી કોમ્પલેક્ષમાં શ્રીભકિત ટ્રાન્સપોર્ટની ઓફીસ ભાડેથી રાખી તે ઓફીસમાં ગંજીપતા વડે પૈસાની હારજીતનો તીનપતીનો જુગાર રમતા હોય જે મુજબની મળેલ બાતમીને આધારે રેઇડ કરતા ઓફિસમાં તીનપત્તીના જુગારની મજા માણી રહેલા દિપકભાઇ પ્રમોદભાઇ સીધાપુરા ઉવ.પર રહે.મોરબી-૦૨ રૂષભનગર શેરી નં-૦૧, શૈલેષભાઇ નારણભાઈ ઓધવીયા ઉવ.૪૦ રહે. ઉમા ટાઉનશીપ પરીશ્રમ એપાર્ટમેન્ટ, ભરતભાઇ પરબતભાઇ અમૃતીયા ઉવ.૫૦ રહે.મોરબી દરબારગઢ પારેખ શેરી, શૈલેષભાઇ પુનાભાઇ ટાંક ઉવ.૩૯ રહે.રાજકોટ યુનીવર્સીટી રોડ, રૂષીકેશ સોસાયટી, હસમુખભાઇ રતીલાલ કાસુન્દ્રા ઉવ.૪૮ રહે.મોરબી-૦૨ ઉમા ટાઉનશીપ, યજ્ઞેસભાઇ રમેશભાઈ ભોજાણી ઉવ.૩૦ રહે.મોરબી રવાપર રોડ, ડીવાઇન એપાર્ટમેન્ટ તથા રાજેશભાઇ સુખરામભાઈ સોનાર્થી ઉવ.૩૩ રહે.કોટડી સીતલા માતા મંદીરની બાજુમાં મકાન નં-૯૫ તા.જી.રતલામ(એમપી)ને રોકડા રૂ.૧,૭૦,૫૦૦/- સાથે રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે. ત્યારે પકડાયેલ તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે.