મોરબી અને વાંકાનેર સહિતના શહેરોમાં મોબાઈલ વિક્રેતાઓને ત્યાં દરોડા પડતા મોબાઈલના વિક્રેતાઓમાં ફફડાટ ફેલાયો છે. કસ્ટમની જુદી જુદી ટિમો દ્વારા દુકાનોમાં મોટા પાયે તપાસ હાથ ધરવામાં આવી છે. જેને પગલે મોબાઈલની દુકાનો ટપો ટપ બંધ થઈ ગઈ હતી.
મોરબી અને વાંકાનેરમાં બિલ વગરના મોબાઈલના જથ્થા રાખી વેંચતા વેપારીઓ પર કસ્ટમ વિભાગ દ્વારા તવાઈ બોલાવવામા આવી હતી. મોરબીની જય ટેલિકોમ, ઉમિયાજી મોબાઈલ, પુજારા ટેલિકોમ, ગાયત્રી મોબાઈલ, મેહુલ ટેલિકોમ અને વાંકાનેરની મેહુલ મોબાઈલ સહિતની મોટી મોબાઈલની પેઢીમાં હાલ તપાસ ચાલી રહી છે કસ્ટમના અધિકારીઓ દ્વારા મોબાઈલ અંગે તપાસ હાથ ધરવામાં આવતા જીલ્લામાં મોબાઈલના મોટા વિક્રેતાઓમાં ડર છવાયો હતો. દરોડને પગલે મોરબી, માળિયા, વાંકાનેર, હળવદ, ટંકારા પંથકમાં મોબાઈલના મોટા વિક્રેતાઓએ પોતાની દુકાનો બંધ કરી હોવાનું પણ સામે આવ્યું છે.