ચક્રવાત બિપરજોય જેમ જેમ ગુજરાતની નજીક આવી રહ્યો છે એમ એમ એની ભયંકર અસર વર્તાઈ રહી છે. ચક્રવાત બિપરજોયની અસરે દરિયાના વિસ્તારોમાં ઝડપી પવન ફૂંકાવાની શરૂઆત થઈ ગઈ છે, તો કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે મોરબીમાં પણ બપોર બાદ વાતાવરણ એકા એક પલટાયું હતું. અને બપોર સુધી તડકા બાદ વાદળ છાયું વાતાવરણ સર્જાયું હતું અને વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમીધારે ઝરમર વરસાદ પણ શરૂ થયો હતો. ઉલ્લેખનીય છે કે, અરબી સમુદ્રમાં સક્રિય શક્તિશાળી બિપરજોય વાવાઝોડું ગુજરાતની નજીક પહોંચી ગયું છે, જેના કારણે એની અસર વર્તાવાની શરૂ થઈ ગઈ છે.