મોરબીના રવાપર રોડ ઉપર બોની પાર્કમાં રિદ્ધિ સિદ્ધિ એપાર્ટમેન્ટમાં રહેતા જશુબેન ઉર્ફ જયોત્સના બેન મહેશભાઇ પાડલીયા (ઉ.વ.૫૭) નામના મહિલા રસોઈ બનાવતી વખતે દાઝી જતા પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઘટના અંગે પોલીસે અકસ્માતે મોત અંગે નોંધ કરી વધુ તપાસ શરૂ કરી છે.