ઈદ ના તહેવાર નિમિતે ઠેર ઠેર લોકો ફરવા માટે જતા હોય છે તેમ મોરબી નો યુવક પણ બગથળા રોડ પર આવેલ દેવ ફન વર્લ્ડ માં ફરવા ગયો હતો જ્યા નજીવી બાબતે બબાલ કરી ને ત્રણ આરોપીએ ફરિયાદીને પાંચ છરી ના ઘા મારી માર માર્યો છે.
જે બનાવની વિગત અનુસાર ફરીયાદી રમજાનભાઈ મુરાદ ભાઈ કટિયા ગઇકાલે સાંજ માં સમયે બગથળા રોડ પર આવેલ દેવ ફન વર્લ્ડ માં ફરવા ગયા હતા જ્યાં ગાર્ડન પાસે સીડી ઉતરતા સમયે એક આરોપી ઈરફાન સંઘવાણી અને ફરીયાદી નો ખભો સમ સામે અથડાતાં આરોપી ગાળો બોલવા માંડ્યો હતો જેથી ગાળો બોલવાનું ના પાડતા આરોપી ઈરફાન એ તેની પાસે રહેલ છરી વડે હુમલો કરી ખભા ના ભાગે એક ઘા માર્યો હતો જેથી ફરીયાદી નીચે પડી જતા અન્ય બે આરોપીઓએ ઢિકા પાટું નો માર મારી ફરિયાદીને પકડી રાખ્યો હતો જે બાદ આરોપી ઈરફાને ફરીથી બીજા ચાર છરીના ઘા વાંસા અને પીઠ ના ભાગે મારી દીધા હતા જેથી ફરીયાદી યુવકને ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો અને મોરબી તાલુકા પોલીસે ત્રણ આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.