આજે વહેલી સવારે દલીત સમાજનાં આગેવાનો અને પરીવારજનોનો લાશ સ્વીકારવાનો ઈનકાર કરી તાત્કાલિક ધોરણે આરોપીઓને પકડી પાડવામાં આવે તેવી માંગ કરી છે જ્યાં સુધી આરોપીઓ નહીં પકડાઈ ત્યાં સુધી લાશ સ્વીકારવામાં નહીં આવે
મોરબી શહેરના વણકરવાસ વિસ્તારમાં રહેતા અજીત ગોરધનભાઈ પરમાર (ઉ.વ.૨૩) નામનો યુવાન ગઇકાલે રાત્રીના દસેક વાગ્યાના અરસામાં પોતાના ઘરેથી સીએનજી રીક્ષા લઈને સામાકાંઠા વિસ્તારમાં ગયો હતો ત્યારે તેની સાથે હુસેન ફકરૂદિન હાથી જાતે વોરા (રહે. લીલાપર રોડ ફકરી પાન પાસે) વાળો તેનો મિત્ર પણ રિક્ષામાં તેની સાથે હતો અને ત્રાજપર ચોકડી પાસે એસ.આર.ના પેટ્રોલ પંપ નજીક તેને કોઇની સાથે માથાકુટ થઇ હતી ત્યારે આ બંને યુવાન અજીત અને હુસેનને અજાણ્યા શખ્સ દ્વારા છરીના ઘા ઝીંકવામા આવ્યાં હતાં જેથી કરીને અજીતનું મોત નીપજયું હતું અને તેની લાશ હાલમાં મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે રાખવામાં આવી છે દરમ્યાન હજુ સુધી આરોપી પકડાયેલ ન હોવાથી મૃતકના પરિવારજનોએ દ્વારા આરોપી ન પકડાય ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. બનાવને પગલે પોલીસે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે તેમજ આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.