મળતી માહિતી અનુસાર મોરબીના પ્રેમજીનગર ગામે રહેતા નીલેશભાઈ રમેશભાઈ સોલંકીએ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ડમ્પર જીજે ૧૨ બી એક્સ ૫૭૪૪ ના ચાલકે પોતાનું ડમ્પર મોરબી વાંકાનેર હાઈવે પર પુર ઝડપે ચલાવીને લાલપર ગામ નજીક ફરિયાદી નીલેશભાઈની આઈ ટ્વેંટી કાર જીજે ૩૬ એલ ૯૧૦૮ ની ડ્રાઈવર સાઈડની પાછળના ભાગે આવેલ બમ્પર તથા ટાયર સાથે ભટકાડી નજીકના પોલીસમાં અકસ્માત અંગેની જાણ ના કરી હોવાની ફરિયાદ નોંધાવી છે તો મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.