Monday, January 27, 2025
HomeGujaratરાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ(એસઓજી)નું ખતરનાક ઓપરેશન:ધાડપાડું ગેંગના ચાર સભ્યોને ફાયરિંગ કરી દબોચી...

રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ(એસઓજી)નું ખતરનાક ઓપરેશન:ધાડપાડું ગેંગના ચાર સભ્યોને ફાયરિંગ કરી દબોચી લીધા પીએસઆઈ ઘાયલ

રાજકોટ એસઓજી ટીમ દ્વારા ધાડપાડું ગેંગને ઝડપી લેવા જીવ સતોસટની બાજી લગાવવામાં આવી હતી જેમાં મધ્યપ્રદેશની ખતરનાક ગેંગ કે જેને કોઈનો જીવ લેવો એટલે મચ્છર મારવા જેવુ કામ છે એવી ગેંગને મહામહેનતે ગેંગના બે લુંટારાને પોલીસે ગોળી મારી હતી અને કુલ ચાર લૂંટારુંને ઝડપી લીધા હતા.

- Advertisement -
- Advertisement -

જેમાં રાજકોટ એસઓજી ને બાતમી મળી હતી કે રાજકોટનો એક શ્રમિક શખ્સ રાજકોટ શહેરમાં ધાડ-લૂંટ કરવાના પ્લાન સાથે મધ્ય પ્રદેશ થી હથિયાર ધારી ખતરનાક લૂંટારું ગેંગને બોલાવી પ્લાન કરી રહ્યો છે જેથી રાજકોટ એસઓજી પીઆઇ જે.ડી. ઝાલા દ્વારા તાત્કાલીક એક્શનમાં આવી આ ટોળકીને ટ્રેસ કરવાનું ચાલુ કર્યું હતું જે દરમિયાન આ ટોળકી અમીન માર્ગ પર આવેલ ચિત્રકૂટ સોસાયટીમાં કોઈના ઘરે ધાડ પાડવા આવતા હોવાની બાતમી મળતા એસઓજી પીઆઇ જે.ડી.ઝાલા દ્વારા ઓપરેશન ની બ્લુપ્રિન્ટ તૈયાર કરીને તુરંત એસઓજી સ્ટાફ સાથે અમીન માર્ગ પર ચિત્રકૂટ સોસાયટીમાં પહોંચ્યા હતા.

જ્યાં જઈને પેટ્રોલિંગ કરતા એક રિદ્ધિ સિદ્ધિ નામના બંગલામાં લૂંટારાઓ સિડી મૂકીને પેહલા માળે બારીમાં ઘૂસવાનો પ્રયત્ન કરતા હતા તે દરમિયાન લૂંટરાઓ પોલીસને જોઈ જતા પોલીસ પર ધાર દાર પથરો વડે પથરમારો કર્યો હતો જે દરમિયાન એસઓજી પીએસઆઈ ડી.બી ખેર પોતાના હથિયારને હાથમાં રાખી હિંમતભેર એક લૂંટારાને ઝડપી લીધો હતો પરંતુ તેને છોડાવવા અન્ય લૂંટારૂઓ આવી પહોંચતા બધાએ પીએસઆઈ ને ઘેરી લીધા હતા અને પીએસઆઈનું ગળું દબાવી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો અને લૂંટારૂઓ એ બુમો પાડીને અન્ય પોલીસ જવાનોને ચેતવણી આપી હતી કે ‘ અહીંયા આવશો તો આને મારી નાખીશ’ જેથી એસઓજી સ્ટાફ વિકટ પરિસ્થિતિમાં મુક્યો હતો જો. આટલા ખતરનાક લૂંટારૂઓ ને જવા દઈએ તો એ રાજકોટ શહેરને ધમરોડી નાખશે અને જો જ જવા દઈએ તો એસઓજી પીએસઆઈ ને નુકશાન પહોંચાડશે કદાચ જીવ પણ લઈ શકે અંતે એક જ રસ્તો બચ્યો હતો સરકારી હથિયારનો ઉપયોગ કરવો જેમાં એએસઆઈ રવિ વાંક દ્વારા ક્ષણભાર નો વિલંબ કર્યા વગર પોતાની રિવોલ્વર કાઢીને લૂંટારૂઓ પર બે રાઉન્ડ ફાયરિંગ કરી દીધું હતું જેમાં બે લૂંટારૂઓ નિશાન બની ગયા હતા અને ઘાયલ થયા હતા પીએસઆઈ ખેર પણ લૂંટારૂઓના હુમલાથી ઘાયલ થયા હતા આ જોઈને અન્ય લૂંટારુઓ સમજી ગયા કે આ પોલીસ પણ ખતરનાક છે જેથી બીજા હથિયારધારી લૂંટારૂઓ ઉભી પૂંછડીએ ભાગ્યા હતા લૂંટારૂઓ પાસે પિસ્તોલ હોવા છતાં પણ પોલીસે તેનો પીછો કરીને તેમાંથી બે ને ઝડપી લીધા જતા અન્ય બે નાસી છૂટ્યા હતા જેથી છ માંથી કુલ ૪ લૂંટારૂઓ ને ઝડપી લીધા. હાલમાં ઝડપાયેલા ચાર પૈકી બે ઘાયલ લૂંટારૂઓ અને લૂંટારૂઓ ના હુમલામાં ઘાયલ પીએસઆઈ ડી.બી.ખેર ને સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.

આ ખતરનાક ઓપરેશન પાર પાડનાર એસઓજી પીઆઇ જે.ડી.ઝાલા, પીએસઆઈ ડી.બી.ખેર, એએસઆઈ ભાનુભાઈ મિયાત્રા, એએસઆઈ રવિ વાંક, હાર્દિકસિંહ પરમાર, કિશનભાઈ આહીર, સુભાષભાઈ ડાંગર, ઈન્દ્રસિંહ જાડેજા, દિગ્વિજયસિંહ ગોહિલ, ફિરોઝભાઈ રાઠોડ, દિવ્યરાજસિંહ ઝાલા અને કૃષ્ણસિંહ જાડેજા સહિતના સ્ટાફ દ્વારા જીવ સટોસટ ની બાજી લગાવીને રાજકોટને આવી ખતરનાક લુંટારા ગેંગ ધમરોળે તે પહેલાં જ ઝડપી લેવામાં આવ્યા હતા.

જુઓ વિડીયો અહી

https://youtu.be/M-pZQTdMU88

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!