Saturday, December 28, 2024
HomeGujaratગુજરાતમાં કોરોનાના ખતરનાક વેરિએન્ટ ઓમિક્રોનની એન્ટ્રી: જામનગરમા પ્રથમ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર...

ગુજરાતમાં કોરોનાના ખતરનાક વેરિએન્ટ ઓમિક્રોનની એન્ટ્રી: જામનગરમા પ્રથમ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર એલર્ટ મોડમા

જામનગરમાં કોરોનાનો ખતરનાક વેરિએન્ટ ઓમિક્રોનનો પ્રથમ કેસ નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. ઝિમ્બાબ્વેથી પરત ફરેલા 53 વર્ષીય પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર પણ એલર્ટ મોડ પર આવી ગયું છે.

- Advertisement -
- Advertisement -

કોરોનાના ઘાતક અને અતી ચેપી ગણાતા વેરીએન્ટ ઓમીક્રોન વાયરસની એન્ટ્રી થઈ છે જામનગરમાં રાજ્યભરનો પ્રથમ કેસ નોંધાતા લોકોમાં ભયનું લખલાખું પ્રસરી ગયું છે. જામનગર જીજી હોસ્પોટલમાં સારવાર હેઠળ રહેલા દર્દીને ઓમીક્રોનના શંકાસ્પદ લક્ષણ જણાતા આરોગ્ય તંત્ર દ્વારા ગંભીરતાને ધ્યાને લઇ તેના સેમ્પલને પુણે લેબમાં મોકલવામાં આવ્યું હતું. જેનો આજે પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે 53 વર્ષીય આ પુરુષ દર્દી 26 નવેમ્બરે દ.આફ્રિકાના ઝિમ્બાબ્વેથી રવાના થયો હતો. ત્યારબાદ આ દર્દી અમદાવાદ એરપોર્ટ ખાતે થી બાઈ રોડ જામનગર આવ્યો હતો. ત્યારબાદ 29 નવેમ્બર એ તેંના ગળામાં ઇન્ફેક્શન જોવા મળતા ખાનગી હોસ્પિટલમાં રિપોર્ટ કરાવતા તેને કોરોના વળગ્યો હોવાનું માલુમ પડ્યું હતું જોખમ કારક દેશ માંથી આવતો હોય જેથી નવા વેરીએન્ટ ની તપાસ માટે રિપોર્ટ પુણે મોકલવામાં આવ્યો હતો. જેમાં આજે ઓમીક્રોન વાયરસે દેખા દેતા ઉહાપોહ મચી ગયો છે. હાલ દર્દી જામનગરની જીજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જેના પોઝીટીવ રિપોર્ટને પગલે ફ્લાઇટ થી જામનગર સુધી સંપર્ક માં આવેલ 87 લોકોના તંત્ર દ્વારા ટ્રેસ કરવા સહિતની કામગીરી હાથ ધરાય છે.

મહત્વનું છે કે સમગ્ર ભારતમાં ઓમીક્રોન વાયરસના ત્રણ કેસ નોંધાયાએ કર્ણાટકમાં અને એક ગુજરાતના જામનગરમાં સામે આવ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!