વાંકાનેરમાં અમુક ઇસમોના વાહન રામપરાવીડી વાળા અવારનવાર પકડતા હોય જેથી બનાવને લઇ ખેડૂત પર શંકા રાખી ૭ ઈસમોએ પ્રાણઘાતક હથિયારો સાથે વૃદ્ધ ખેડૂત પર જાનલેવા હુમલો કર્યો હતો. જેને લઈ વૃદ્ધ ગંભીર ઈજાગ્રસ્ત થઇ જતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. અને સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવમાં આવી છે.
મળતી માહિતિ અનુસાર, વાંકાનેરના નવા રાજાવડલા ભરવાડવાસ ખાતે રહેતા અને ખેતી કામ કરતા ખેડૂત પર ગત તા.૧૯/૦૪/૨૦૨૩ ના બપોરના સમયે લાલો ઉર્ફે લાખો સામતભાઈ ગમારા, વાલો સામતભાઈ ગમારા, રવિ સામતભાઈ ગમારા, પરબતભાઈ નારણભાઈ ગમારા, લાલો નારણભાઈ ગમારા, વિજય ઉર્ફે હેરી કમલેશભાઈ ગમારા તથા વિપુલ લક્ષ્મણભાઈ ઉર્ફે હકાભાઈ ટોળીયા (રહે-બધા-રાજાવડલા તા.વાંકાનેર જી.મોરબી) નામના ઈસમોએ પોતાના વાહન રામપરાવીડી વાળા અવારનવાર પકડતા હોય જેથી ફરીયાદી જાણ કરતા હોવાનો ફરીયાદી ઉપર શંકા વહેમ રાખી આ પ્રાણઘાતક હથિયાર ધારણ કરી ફરિયાદી પોતાની વાડીએ હતા. ત્યારે ત્યાં જઈ આરોપીઓએ ઝઘડો કરી ગાળો કાઢી હુમલો કર્યો હતો. અને કુહાડી, ધારીયુ તથા લોખંડના પાઈપના વૃદ્ધને આડેધડ ઘા ઝીંકી દેતા ફરિયાદી વૃદ્ધને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમજ વૃદ્ધ પર હુમલો કરી આરોપીઓએ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ત્યારે બનાવને પગલે વૃદ્ધ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઇ જતા તેઓને અર્ધબેભાન હાલતમાં રાજકોટ સરકારી હોસ્પપિટલ સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. તેમજ સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.