Saturday, July 27, 2024
HomeGujaratમોરબી તાલુકા પોલીસે લુટાવદર ગામેથી જુગાર રમતા પાંચ ઇસમોને પકડી પાડ્યા

મોરબી તાલુકા પોલીસે લુટાવદર ગામેથી જુગાર રમતા પાંચ ઇસમોને પકડી પાડ્યા

મોરબી જિલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠીએ જીલ્લામાં ચાલતી અસામાજિક પ્રવૃતિઓ સામે લાલ આંખ કરી જીલ્લા પોલીસ તંત્રને સખ્ત કાર્યવાહી કરવાના આદેશ આપતા સ્થાનિક પોલીસમાં જાણે રેસ લાગી હોય તેમ એક બાદ એક દરોડાઓ પાડી જુગાર રમતા શખ્સો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે ગઇકાલે મોરબી તાલુકા પોલીસે લુટાવદર ગામે આવેલ રાજપુત સમાજની વાડી સામે જુગાર રમતા ૫ શકુઓને પકડી પાડ્યા છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકા પોલીસને ગઈકાલે પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, મોરબી તાલુકાના લુટાવદર ગામે આવેલ રાજપુત સમાજની વાડી સામે અમુક ઈસમો જાહેરમાં તીનપતીનો નશીબ આધારીત હારજીતનો જુગાર રમી રહ્યા છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી જયુભા જીલુભા જાડેજા (રહે.લુટાવદર ગામ તા.જી:-મોરબી), રાજેન્દ્રસિંહ હનુભા જાડેજા (રહે.જનકલ્યાણ સોસાયટી મોરબી-૨), ભુદરભાઇ લાલજીભાઇ સુરાણી (રહે.બરવાળા ગામ તા.જી.મોરબી), હરેશભાઇ રવજીભાઇ સુરાણી (રહે.રવાપર રોડ બોની પાર્ક મોરબી-૧) તથા અજયસિંહ કનકસિંહ પરમાર (રહે.લુટાવદર ગામ તા.જી.મોરબી) નામના ઈસમોને રોકડા રૂ.૩૩૧૦/-ના મુદામાલ સાથે જુગાર રમતા પકડી પાડી તમામ વિરુદ્ધ જુગારધારા કલમ.૧૨ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!