વાંકાનેરમાં ક્યુટન કંપની વઘાસીયા ટોલનાકા આગળ રહેતો ગૌતમભાઇ કાશીરામભાઇ લાલાણી નામનો યુવક ગઈકાલે ક્યુટન કંપનીમાં ઇલેક્ટ્રીક મોટરમાં કામ કરી રહ્યો હતો. ત્યારે તેને અચાનક શોક લાગતા તેને મહેશભાઇ લાલાણી દ્વારા વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને તપાસી મૃત જાહેર કરી સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.